૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં ગ્રામીણ ભારતને રોજગાર પર વધુ ફોકસ રહેશેઃ ગોલ્‍ડમેન સાક્‍સ

૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં ગ્રામીણ ભારતને રોજગાર પર વધુ ફોકસ રહેશેઃ ગોલ્‍ડમેન સાક્‍સ
૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં ગ્રામીણ ભારતને રોજગાર પર વધુ ફોકસ રહેશેઃ ગોલ્‍ડમેન સાક્‍સ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈએ મોદી સરકારની ત્રીજી ટર્મનું પહેલું બજેટ રજૂ કરવાનાં છે અને ગોલ્‍ડમેન સાક્‍સના ઇકોનોમિસ્‍ટો જણાવી રહ્યા છે કે આ બજેટ વેલ્‍ફેર સ્‍કીમો પર નાણાં ખર્ચવાને બદલે રોજગાર અને ગ્રામીણ ભારત પર વધારે ફોકસ ધરાવતું રહેશે. મોદી સરકાર વચગાળાના બજેટમાં નિર્ધારિત ગ્રોસ ડોમેસ્‍ટિક પ્રોડ્‍યુસના ૫.૧ ટકાના રાજકોષીય ખાધના લક્ષ્યાંકને વળગી રહેશે. બજેટમાં એરક્રાફટ મેન્‍યુફેક્‍ચરિંગની સાથે-સાથે રમકડાં, કાપડ અને રેડીમેડ વસ્ત્રોના ઉત્‍પાદન જેવાં ક્ષેત્રોમાં નવા રોજગારનું સર્જન કરવામાં આવશે.

૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં ગ્રામીણ ભારતને રોજગાર પર વધુ ફોકસ રહેશેઃ ગોલ્‍ડમેન સાક્‍સ બજેટ

સોમવારે વોલ સ્‍ટ્રીટ બેન્‍ક ખાતેના ચીફ ઇન્‍ડિયા ઇકોનોમિસ્‍ટ સાંતનુ સેનગુપ્તાએ તેમની એક નોટમાં લખ્‍યું હતું કે સરકાર લેબર ઇન્‍ટેન્‍સિવ સેક્‍ટરમાં માઇક્રો, સ્‍મોલ અને મીડિયમ એન્‍ટરપ્રાઇઝમાં નવા રોજગારના સર્જન પર ધ્‍યાન આપશે અને ડોમેસ્‍ટિક ફૂડ-સપ્‍લાય ચેઇનને મજબૂત કરવા માટેનાં પગલાં લેવા પર ભાર મૂકશે.

૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના બજેટમાં ગ્રામીણ ભારતને રોજગાર પર વધુ ફોકસ રહેશેઃ ગોલ્‍ડમેન સાક્‍સ બજેટ

ભારતમાં અર્થતંત્રના વિકાસનો દર ૭.૨ ટકા છે, પણ નવા રોજગારના સર્જનમાં એ પાછળ પડે છે. સરકારના લેબર ડિપાર્ટમેન્‍ટના આંકડા જણાવે છે કે ૨૦૧૭-‘૧૮થી ૨૦૨૧-‘૨૨માં દર વર્ષે બે કરોડ નવા રોજગારનું સર્જન થયું હતું. સિટીના ચીફ ઇન્‍ડિયા ઇકોનોમિસ્‍ટ સમીરન ચક્રવર્તીએ કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં રોજગારના નિર્માણની જરૂરિયાત પૂરી નહીં કરી શકે, ૭ ટકાના વિકાસદરથી ૯૦ લાખ નવી નોકરીઓનું સર્જન થશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here