૨૮૦૦ થી વધુ લોકો ઘાયલ, સેંકડો લાપતા, હજારો મકાનો પડીને પાધર
કેરેબિયન ટાપુની હારમાળામાં આવેલા નાનકડાં હૈતી દેશને ઉપરાઉપર ભૂકંપનાં આંચકાઓથી ભયાનક નુકશાન થયું છે. બે દિવસથી સતત આવેલા વિનાશક ભૂકંપને પગલે ૧૨૯૭ લોકોના મોત થયાનું નોંધાયું છે. બીજા ૨૮૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે અને સેંકડો લોકો લાપતા થયા છે. માલ મિલકતને વ્યાપક નુકશાન થયું છે અને હજારો મકાનો પડીને પાધર થયા છે.
Read National News : Click Here
સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ પહેલા દિવસે ૫.૮ ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે ૨૮૬૮ ઘર તારાજ થઇ ગયા હતા. બીજા દિવસે ફરી ભૂકંપનાં આંચકા લગતા બીજા ૫૪૧૦ જેટલા મકાનો નાશ પામ્યા હતા. યુરોપનાં ભૂકંપ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, હૈતીમાં બીજા દિવસે આવેલા ભૂકંપની તિવ્રતા ૭.૨ જેટલી હતી.
Read About Weather here
નાના એવા દેશમાં ભૂકંપથી હોસ્પિટલ પણ પડી ભાંગી હોવાથી લોકોને ખુલ્લામાં સારવાર અપાઈ રહી છે. અમેરિકાએ તમામ મદદ મોકલવાની ખાતરી આપી છે. ૧ કરોડ ને ૧૦ લાખ જેટલી વસ્તી ધરાવતા હૈતીમાં અવારનવાર કુદરતી આફતો આવતી રહે છે. ૨૦૧૦ નાં સૌથી વિનાશક ગણાતા ભૂકંપમાં તો 3 લાખથી વધુ લોકો માર્યા ગયા છે. અહીં કુદરતી આફતોની સાથે રાજકીય અરાજકતા પણ ચાલતી રહે છે. ગયા મહીને જ દેશનાં રાષ્ટ્રપતિ ની હત્યા કરી નાખવામાં આવી હતી. અત્યારે લોકો ખાવાપીવાની ચીજવસ્તુઓ માટે ટળવળી રહ્યા છે. દેશનાં પશ્ચિમ વિસ્તારોમાં સુનામી સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here