ચાર વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ શનિવારે યુએઈમાં શરૂ થનાર આઈપીએલની ૧૩મી સિઝનની શરૂઆત થશે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમ પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે જોર લગાવશે. આ વચ્ચે મુંબઈ માટે ચર્ચાનો વિષય એ પણ રહૃાો છે કે, રોહિત શર્મા આખરે ક્યા નંબરે બેિંટગ પર ઉતરશે? જેનો જવાબ રોહિત શર્માએ આપ્યો છે.
ટીમ ઈન્ડિયા માટે રોહિત ત્રણેય ફોર્મેટમાં ઓપિંનગ કરવાનું પસંગ કરે છે, પણ આઈપીએલમાં છેલ્લા અમુક વર્ષોથી ક્યારેક નંબર ૩ કે ૪ પર રમતો જોવા મે છે. અને તેને ઓપિંનગના બહુ ઓછા મોકા મળ્યા છે. જાણકારોનું માનીએ તો ઓપિંનગ કરતાં ટીમ ઈન્ડિયા માટે રોહિતના જે શાનદૃાર રેકોર્ડ્સ છે તેના આધારે આઈપીએલમાં પણ ઓપિનંગ કરવી જોઈએ. હવે રોહિત સાફ કરી દૃીધું છે કે તે આ વખતે ઓપિંનગ કરવા ઈચ્છે છે.
આઈપીએલના આ સૌથી સફળ કેપ્ટને કહૃાું કે, હું આ વખતે સાઉથ આફ્રિકી વિકેટકીપર બેટ્સમેન ક્વિનટ ડી કોકની સાથે ઈિંનગની શરૂઆત કરવા ઉતરીશ. મુંબઈની ટીમમાં આ વખતે ઓસ્ટ્રેલિયા બેટ્સમેન ક્રિસ લિન પણ છે, જે કોલકાતા નાઈટરાઈડર્સ માટે રમતાં પોતાના વિસ્ફોટક અંદૃાજનો તમામને પરચો આપી દૃીધો છે. જો કે મુંબઈના કોચ મહેલા જયવર્ધને સાફ કર્યું છે કે, ટીમ રોહતિ-ડી કોકની જોડી સાથે જ ટુર્નામેન્ટમાં આગળ વધશે.