હિંમત ના હારો : કોરોના હારશે, ગુજરાત જીતશે : રૂપાણી

ગુજરાત-મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગુજરાત-મુખ્યમંત્રી વિજય રૂપાણી

આપણી પાસે વેક્સિનનું અમોધ શસ્ત્ર છે, જીતશું જ

આ સેવા યજ્ઞમાં અનેક તબીબો અને મેડિકલ સ્ટાફે જાન ગુમાવ્યા છે.એમનું બલીદાન ગુજરાત કદી ભુલશે નહીં

ગુજરાત રાજયભરના તબીબો અને મેડિકલ સ્ટાફના અભુતપૂર્વ પરીશ્રમની ભરપુર પ્રશંસા કરતા મુખ્યમંત્રી

રાત-દિવસ જોયા વિના લોકોના જીવ બચાવવા પરસેવો પાડતા તબીબો, મેડિકલ સ્ટાફને કોટીકોટી વંદન, સાડા છ કરોડ ગુજરાતવાસીઓના આશિર્વાદ આરોગ્ય યોધ્ધાઓની સાથે છે, આપનું કામ અતુલ્ય અને ઇશ્ર્વરીય, આપ કોઇ નિરાશ ન થાવ, ગુજરાતની પ્રજા કોરોના સામે જંગ જીતવા આપના પર મીટ માંડીને બેઠી છે

Subscribe Saurashtra Kranti here

રાત-દિવસ જોયા વિના, પરીવારથી અલગ રહીને અને જીવ હથેળીમાં લઇ ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા રાજયભરના તબીબો, પેરામેડિકલ સ્ટાફ સહિતના તમામ આરોગ્ય કર્મી યોધ્ધાઓની ભરપુર પ્રશંસા કરતા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંપૂર્ણ આત્મવિશ્ર્વાસ સાથે બુલંદ નાદ કર્યો હતો કે, કોરોના સામે આપણે કદી હારશું નહીં, ગુજરાત જરૂર જીતશે.

આરોગ્ય સ્ટાફની અતુલ્ય અને અભુતપૂર્વ સેવાઓને કોટીકોટી વંદન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓના આર્શીવાદ આપની સાથે છે. આપ બીલકુલ નિરાશ ન થાવ, આપ થાકો નહીં કે હારો નહીં કેમ કે, કોરોનાના આજના કપરા કાળમાં કોરોનાથી બચવા અને નવજીવન પ્રાપ્ત કરવા માટે આખા રાજયની પ્રજા આપના તરફ મીટ માંડીને બેઠી છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ આરોગ્ય કર્મીઓની સેવાઓ બદલ આભાર અને ઋણ વ્યકત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી આ કોરોના યોધ્ધાઓ જાનની બાજી લગાવીને દિવસ-રાત થાકયા કે હાર્યા વિના કે પોતાના પરીવારની ચિંતા કર્યા વિના અવિરત લોકોની સેવા કરી રહયા છે. આ સેવા યજ્ઞમાં અનેક તબીબો અને મેડિકલ સ્ટાફે જાન ગુમાવ્યા છે.એમનું બલીદાન ગુજરાત કદી ભુલશે નહીં, લોકો હંમેશા એમના ઋણી રહેશે. એક સમય એવો હતો કે આપણે કોરોના સામેની લડાઇ લગભગ જીતી ગયા હતા. પણ ફરી એકવાર કોરોનાને કારણે કપરો સમય આવ્યો છે.

સતત એક વર્ષથી આપ સેવા કરી રહયા છો એટલે આપની મનોદશા હું સમજી શકુ છું. પણ આપે ગુજરાતમાં અત્યાર સુધીમાં 3 લાખ 20 હજાર લોકોને સાજા કરીને ઘરે મોકલ્યા છે. આ અદભુત અને ઇશ્ર્વરીય કાર્ય છે એ તમામ સજા થયેલા લોકોના આર્શીવાદ તમારી સાથે છે.

Read About Weather here

રૂપાણીએ લાંબી લડાઇ બદલ મેડિકલ સ્ટાફને હામ, હિંમત અને પીઠ બળ પુરૂ પાડતા જણાવ્યું હતું કે, કયારેક એવું બનતું હોય છે કે લાંબી લડાઇ ચાલતી હોવાથી નિરાશા આવી જાય છે, વ્યકિત હિંમત હારવા લાગે છે અને ધેર્ય ગુમાવી દે છે. પણ હું એ કહેવા માંગુ છું કે, આરોગ્ય યોધ્ધાઓ હિંમત ન હારે, નિરાશ ન થાય આપણે જરૂર આ મહામારીમાંથી બહાર નિકળી જશું. અંધારા ચોક્કસ દુર થશે અને ફરી અજવાળા પથરાશે અને નવ જીવનનું પુન: પ્રાગટ્ય થશે. આપણે જરૂર લડીશુ, લડતા રહેશું અને વિજય બનશું. રાજયની પ્રજા આપની સાથે છે, કોરોના હારશે અને ગુજરાત જરૂર જીતશે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleથાનગઢમાં 50 લાખની આંગડીયા લૂંટ!
Next articleરાજકોટ જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભા યોજાઈ, આઠ સમિતિની રચના