હાસ્ય સસ્તામાં સસ્તી દવા છે!

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

આવતીકાલે વિશ્ર્વ હાસ્ય દિવસ

હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે

હાસ્ય એવી દવા છે જે આખા શરીરને આરામ આપવાની સાથે શારીરિક તાણને દૂર કરે છે,

જાન્યુઆરી ઈ.સ 1998માં ડો.મદન કટારીયા દ્વારા મુંબઇમાં વિશ્વ હાસ્ય દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં ખુશહાલી ફેલાવવા માટે દર વર્ષે મેના પહેલા રવિવારે આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ હેપીનેસ ડે 2 મે, 2021 ના રોજ મનાવવામાં આવશે. ડો.મદન કટારીયા પોતાના એક અનુભવમાં જણાવે છે કે હાસ્ય અસરકારક દવા છે.

Subscribe Saurashtra Kranti here

હકીકતમાં હાસ્ય અને સ્વાસ્થ સાથે જોડાયેલી એક વાત કરું, આંધ્રપ્રદેશમાં વિશ્વમોહન નામના એક વ્યક્તિ હતા. તે હાસ્ય યોગથી જોડાયા પહેલાં તેમને લગભગ દરેક પ્રકારની બીમારી હતી, અને તે હસનાર વ્યક્તિઓથી ખૂબ જ ચીડાતા હતા. એક વખત મારા લાફ્ટર ક્લબના મેમ્બરે તેમને અમારા ક્લબમાં બોલાવ્યા તો તે શરૂઆતમાં તો મન વિના આવતા હતા, પરંતુ ક્લબમાં આવ્યાં બાદ છેલ્લાં 20 વર્ષમાં જે બદલાવ ન આવ્યો તે બદલાવ છ મહિનામાં જ દેખાવા લાગ્યો. તેમની હેલ્થ વધુ સારી થતી ગઇ. તે રોજ ઘણી દવાઓ લેતા હતા.

પરંતુ છેલ્લા છ મહિના બાદ તેમની દવાઓની સંખ્યામાં ઘટાડો થતો ગયો. હસવું એ એક ઉપચારનું સૌથી સુખદ સ્વરૂપ છે. તેમાં ફક્ત તમારા આત્માને જ નહીં પણ તમારા શરીરને પણ સાજા કરવાની શક્તિ છે. તે આખા શરીરને આરામ આપવાની સાથે શારીરિક તાણને દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. તે પીડા, તાણ અને સંઘર્ષ માટેના મારણનું કામ કરે છે. તમે કદાચ આ વાક્ય સાંભળ્યું હશે, હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે.

Read About Weather here

જ્યારે પણ તક મળે ત્યારે હસો, જ્યારે લોકો તમને રમૂજી દેખાવ આપે ત્યારે પણ હસવાનું બંધ ન કરો. હાસ્ય એ વૈશ્વિક ભાષા છે. તે આશાને પ્રેરણા આપે છે, તમને અન્યથી જોડે છે. એક અંદાજ મુજબ દિવસમાં 15 મિનીટ હસવાથી 92% બીમારીઓથી રાહત મળે છે. વર્તમાન સમયમાં તો કોરોનાનાં કારણે ચારેય દિશાઓમાં ફેલાયેલ નકારાત્મકતા અને ડરને દુર કરવા માટે આ થેરાપી માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે મદદરૂપ નીવડી શકે છે.

હસતે હસતે, કટ જાયે રસ્તે…
ઝીંદગી યું હી ચલતી રહે.

મિત્તલ ખેતાણી

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here