હત્યારા પુતિને આકરી કિંમત ચૂકવવી પડશે: બાઇડનના નિવેદનથી ખળભળાટ (16)

    Biden-Putin-પુતિને
    Biden-Putin-પુતિને

    Subscribe Saurashtra Kranti here.

    બાઈડન દ્વારા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને હત્યારા કહેવા પર અને પરિણામ ભોગવવાની ધમકી

    અમેરિકી ચૂંટણીમાં પુતિને દખલગીરી કરી હોવાના અહેવાલ બાદ

    અમેરિકાના નવા નિમાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડનના એક જ નિવેદને દૃુનિયામાં સનસનાટી મચી જવા પામી છે. બાઈડનનું આ નિવેદન ફરી એકવાર અમેરિકા અને રશિયાને શીતયુદ્ધ તરફ ધકેલી શકે છે. સામે રશિયાએ પણ આકરૂ વલણ અપનાવ્યું છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકાના ગુપ્તચર વિભાગના એક અહેવાલને ટાંકીને કહૃાું હતું કે, હત્યારા વ્લાદિમીર પુતિને તેની આકરી કિંમત ચુકવવી પડશે. તો સામે રશિયાએ પણ નમતુ ના જોખતા અમેરિકામાંથી પોતાના રાજદૃૂતને પાછા બોલાવી લીધા છે.

    અમેરિકી આંતરિક સુરક્ષા અને ન્યાય વિભાગે જણાવ્યું હતું કે રશિયા અને ઇરાને વર્ષ ૨૦૨૦માં યોજાયેલી અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરવા પ્રયાસ કર્યો હતો. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન અને તેમના અધિકારીઓ વર્ષ ૨૦૨૦માં જો બાઇડેન વિષે ટ્રમ્પ વર્તુળના લોકો દ્વારા થતા રહેલા ગેરમાર્ગે દોરતા આક્ષેપોને આગળ પર વિસ્તારપૂર્વક વહેતા મૂકીને અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરવા માંગતા હતા.

    આ મામલે વાતચીત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હત્યારા કહૃાાં હતાં. સાથે જ ૭૮ વર્ષિય બાઈડેને કહૃાું હતું કે, પુતિનને તેની આકરી કિંમત ચુકવવી પડશે. શું રશિયાના વિરોધી નેતા એલેક્સી નવેલની અને અન્ય રાજકીય પ્રતિદ્વંદીઓને ઝેર આપવાના આદેશનો આરોપ છે, તો પુતીન એક હત્યારા છે? જવાબમાં બાઈડેને કહૃાું હતું કે, હા.

    રશિયાએ પણ આક્રમક વલણ અપનાવતા અમેરિકાને જવાબ આપતા પોતાના રાજદૃૂતને મોસ્કો પાછા બોલાવી લીધા છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહૃાું હતું કે, વોશીંગ્ટનમાં રહેલા રશિયાના રાજદૃૂત એંટલી એંટોનોવને સલાહ માટે મોસ્કો આમંત્રિત કરવામાં આવ્યા છે. જોકે મોસ્કોએ એમ પણ કહૃાું છે કે, રશિયા બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ કરવા નથી માંગતુ.

    Read About Weather here

    અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા રશિયાના રાષ્ટ્રપતિ પુતીનને હત્યારા કહેવા પર અને પરિણામ ભોગવવાની ધમકી આપતા ફરી એકવાર બંને દેશો વચ્ચે રાજકીય સંકટ ઉભુ થયું છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here