Subscribe Saurashtra Kranti here.
શિક્ષણ અને સ્વાસ્થ્ય બંને ભાડાના મકાનમાં ચાલતા હોવાની ચર્ચો
બાળકો, ધાત્રી માતાઓ, સગર્ભા મહિલાઓને મદદ રૂપ આંગણવાડીનું પોતાનું જ ઘર નથી. સ્વાસ્થ્ય અને શિક્ષણમાં મહત્વનો રોલ ભજવનાર મોટા ભાગની આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે.
ગુજરાતમાં ૭ હજાર ૭ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે આ અમે નથી કહેતા પણ વિધાનસભામાં આ અંગે પ્રશ્ર્નોત્તરી દરમિયાન જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. ૩૩ જિલ્લાઓમાંથી ૨૮ જિલ્લામાં ભાડાના આંગણવાડીઓ ચાલી રહી છે. મકાનમાં છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ ભાડાના મકાનમાં આંગણવાડીઓ ચાલે છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ આંગણવાડીઓ અંગે જવાબ રજૂ કર્યો હતો જે ગુજરાતમાં શિક્ષણ અને પોષણના દરનો ઘટાડા માટે ક્યાંકને ક્યાંક જવાબર હોવાનું ચર્ચાઈ રહૃાુ છે.
Read About Weather here
ગુજરાતમાં આંગણવાડીઓ દ્વારા માત્ર બાળકો જ નહીં પરંતુ ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને પણ મદદ પહોંચાડવામાં આવે છે વળી માત્ર શિક્ષણ જ નહીં પરંતુ કુપોષણ સામે લડવા માટે પણ આંગણવાડીનો વપરાશ કરવામાં આવતો હોય છે એવા સમયે પાયારૂપ વ્યવસ્થા જ ભાડાના મકાનોમાં ચાલતી હોય ત્યારે શિક્ષણ અને સ્વાસ્થ્ય બંને ભાડાના મકાનમાં ચાલતા હોવાની ચર્ચો જોર પકડ્યુ છે એવામાં આ સરકારી આંકડા શંકા કુશંકાઓને વધુ પ્રોત્સાહીત કરે છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here