વૈશ્ર્વિક બુલિયન બજારની નરમાઇ પાછળ ઘરઆંગણે ફરી આજે સોના અને ચાંદૃીના ભાવ નોંધપાત્ર ઘટ્યા હતા. જેમાં પીળી કિંમતી ધાતુ સોનું ૪૯,૦૦૦ રૂપિયાની સપાટી તોડી છેલ્લાં ૮ મહિનાની સૌથી નીચલી સપાટીએ ઉતરી ગયુ છે. આજે બુધવારે અમદાવાદ બુલિયન બજારમાં સોનાનો ભાવ ૬૦૦ રૂપિયા ઘટ્યો હતો અને પ્રતિ ૧૦ ગ્રામની કિંમત૪૯,૦૦૦ની સપાટી તોડીને ૪૮,૫૦૦ રૂપિયા થઇ હતી જે ૧૫ જૂન,૨૦૨૦ પછીનો સૌથી નીચો ભાવ છે. આ સાથે ઘરઆંગણે સોનું ઓગસ્ટ-૨૦૨૦માં બનેલી તેની ૫૬,૨૦૦ રૂપિયાની ઐતિહાસિક ઉંચી સપાટીથી હાલ લગભગ ૮૦૦૦ રૂપિયા જેટલુ સસ્તુ છે. બીજા શબ્દોમાં કહીયે તો લોકોને ફરી એકવાર સસ્તા ભાવ સોનુ ખરીદવાનો મોકો મળ્યો છે.
સોનાની પાછળ ચાંદીના ભાવ પણ નોંધપાત્ર ઘટ્યા છે. આજે સ્થાનિક બજારમાં ચાંદીમાં ૧૫૦૦ રૂપિયાનો કડાકો બોલાયો અને પ્રતિ એક કિગ્રાનો ભાવ ૬૯,૦૦૦ રૂપિયા થયો હતો.
અમેરિકન ડોલરની મજબૂતીથી બુલિયનમાં નરમાઇ આવી છે. વિશ્વબજારમાં સોનાનો ભાવ ૧૮૦૦ ડોલરની સપાટીને નીચે ઉતરી ગયો છે. આજે વૈશ્ર્વિક સોનું ૧૭૮૬ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયુ હતુ. ઉપરાંત પાછલા કેટલાંક દિૃવસોથી અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો એકંદરે મજબૂત થતા કિંમતી ધાતુઓની પડતર કિંમત ઘટી છે જેની અસર પણ સ્થાનિક બુલિયન બજારમાં દૃેખાઇ રહી છે. આજે વૈશ્ર્વિક બજારમાં ચાંદીનો ભાવ સાધારણ ઘટાડે ૨૭.૩૨ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ હતો. ટકાવારીની રીતે આજે બુધવારે સોનું ૧.૩૭ ટકા અને ચાંદૃી ૧.૨૨ ટકા ઘટી હતી.
આજે એમસીએક્સ ખાતે સોનાનો એપ્રિલ વાયદો ૩૧૯ રૂપિયા ઘટીને ૪૬,૫૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ક્વોટ થઇ રહૃાો હતો. તો ચાંદીનો માર્ચ વાયદો પણ ૫૪૪ રૂપિયાની નરમાઇમાં ૬૮,૮૨૮ રૂપિયા બોલાઇ રહૃાો હતો.
આજે દેશાવર બજારોમાં દિૃલ્હી બુલિયન માર્કેટમાં સોનું ૭૧૭ રૂપિયા ઘટીને ૪૬,૧૦૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયું હતું. તો ચાંદૃીમાં ૧૨૭૪ રૂપિયાનો કડાકો બોલાયો હતો અને પ્રતિ એક કિલોગ્રામની કિંમત ૬૯,૫૧૩ રૂપિયા થઇ હતી.