સોનુ સૂદના નામ પર છેતરપિંડી કરનારને અભિનેતાએ જે કહ્યું…

11
સોનુ સૂદ
સોનુ સૂદ

સોનુ સૂદએ કહૃાું, કોઈનું નુકસાન કરીને ખુશ ના રહી શકાય

Subscribe Saurashtra Kranti here

અભિનેતા સોનુ સૂદે કોરોના કાળમાં પોતાના કામથી જરૂર અનેક લોકોનું ભલૂ કર્યું છે, પરતુ તેમના એ જ કામને જોઇને કેટલાક લોકોએ ખુદનો છેતરિંપડી કરવાનો ધંધો શરૂ કરી દીધો છે. આ લોકો સોનુ સૂદના નામ પર છેતરપિંડી કરે છે, ગરીબોના પૈસા લૂંટે છે અને પછી ફરાર થઈ જાય છે. તાજેતરમાં તેલંગાણાથી પણ આવા જ એક સમાચાર સામે આવ્યા હતા. હવે છેતરિંપડી કરનારા આ યુવકો માટે સોનુ સૂદે એક સંદેશ આપ્યો છે.

સોનુએ કહૃાું, કોઈનું નુકસાન કરીને ખુશ ના રહી શકાય. ગરીબોના પૈસા હડપવા મોટું પાપ છે અને આ માફ ના કરી શકાય. તેઓ કહે છે કે- એ તમામ લોકો માટે આ ચેતવણી છે જે છેતરિંપડી કરે છે. તમે જરૂર પકડાશો. જો તમે પૈસાની તંગીના કારણે આ બધું કરો છો, તો મારી પાસે આવો, હું નોકરી આપીશ. લોકોને દગો આપીને પૈસા ના કમાઓ. કંઈ પણ સારું નહીં થાય. સોનુ સૂદે તો ત્યાં સુધી ત્યાં કહી દીધું છે કે જે વ્યક્તિ છેતરપિંડી કરે છે, તેને સજાથી વધારે યોગ્ય દિશાની જરૂર છે. તેની કાઉન્સિલ થવી જરૂરી છે.

આ પહેલા પણ સોનૂ સૂદના નામ પર છેતરપિંડીને અંજામ આપવામાં આવ્યો છે અને આ પહેલા પણ અભિનેતા તરફથી સખ્ત ચેતવણી આપવામાં આવી છે, પરંતુ ના તો આ પ્રકારના ગુના ઓછા થઈ રહૃાા છે અને ના ગુનાખોરો સોનૂના શબ્દોથી ડરી રહૃાા છે. આવામાં આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી થતી જોવા મળી શકે છે. સોનુ પણ એ ઇચ્છે છે કે તેના નામ પર ગરીબો પાસેથી પૈસા ના લૂંટવામાં આવે.

Read About Weather here

સમાજના જે વર્ગની જિંદગી તે પ્રયત્ન કરી રહૃાા છે, કેટલાક લોકો એમના જ નામ પર એ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી રહૃાા છે. આવામાં અભિનેતા નિરાશ અને નારાજ છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleફરીથી ટીવીમાં નંબર 1 બની લોકોના દિલમાં રાજ કરનારી આ સીરીયલ!
Next articleઅંબાજીમાં 13 એપ્રિલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીને લઈને લેવાણો મોટો નિર્ણય…!