સેલિબ્રિટી માટે લોકડાઉન નથી ?

સેલિબ્રિટી માટે લોકડાઉન નથી ?
સેલિબ્રિટી માટે લોકડાઉન નથી ?

ટાઈગર અને દિશા પણ એક દિવસ પહેલાં વેકેશન માટે માલદિવ્સ ગયા છે

એક યુઝરે લખ્યું, માલદિવ્સમાં ડિસ્કાઉન્ટ આપે છે? આ ઇન્ડિયન સેલેબ્સને ટ્રાવેલ કરવાની પરમિશન કોણે આપી?

એક યુઝરે લખ્યું, આ બધા સેલેબ્સ કોરોના ટાઈમમાં રજા માણી રહ્યા છે. તેમના માટે લોકડાઉન નથી?

સારા અલી ખાન, જાહન્વી કપૂર, માધુરી દીક્ષિત, શ્રદ્ધા કપૂર સહિત ઘણા સેલેબ્સ કોરોના અને લોકડાઉન દરમિયાન વેકેશન માટે માલદિવ્સ જઈ આવ્યા છે

એક્ટર રણબીર કપૂર અને તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ હજુ થોડા દિવસ પહેલાં જ કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલમાં જ બંને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા છે. તેમના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યા છે. ન્યૂઝ પ્રમાણે, રણબીર-આલિયા વેકેશન માટે માલદિવ્સ ગયા છે. કોરોના અને લોકડાઉન હોવા છતાં કપલના વેકેશનના જવા પર યુઝર્સ ગુસ્સે ભરાયા છે અને બંનેને ટ્રોલ કરી રહ્યા છે.

Subscribe Saurashtra Kranti here

એક સોશિયલ મીડિયા યુઝર્સે ગુસ્સામાં લખ્યું, ટાઈગર અને દિશા માટે પણ આ જ કહ્યું હતું અને ફરથી કહી રહ્યો છું. આ લોકો સુપર સ્પ્રેડર્સ છે. માલદિવ્સની સરકારે આ લોકો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ટાઈગર અને દિશા પણ એક દિવસ પહેલાં વેકેશન માટે માલદિવ્સ ગયા છે. આની પહેલાં સારા અલી ખાન, જાહન્વી કપૂર, માધુરી દીક્ષિત, શ્રદ્ધા કપૂર સહિત ઘણા સેલેબ્સ કોરોના અને લોકડાઉન દરમિયાન વેકેશન માટે માલદિવ્સ જઈ આવ્યા છે.

અન્ય યુઝરે લખ્યું, વાહ બેટા, કોરોનાના કેસ વધ્યા તો માલદિવ્સ ઉપડ્યા! પૈસા હોય તો શું ના થઇ શકે? એક યુઝરે લખ્યું, ગરીબોની મદદ કરવા અને લોકોને જાગૃત કરવાને બદલે આ લોકો વેકેશન મનાવી રહ્યા છે. ગયા વર્ષે આ જ લોકો કહેતા હતા ઘરે રહો, સેફ રહો. બીજા યુઝરે લખ્યું, આ લોકો માટે નો કોરોના, નો લોકડાઉન.

એક યુઝરે લખ્યું, આ બધા સેલેબ્સ કોરોના ટાઈમમાં રજા માણી રહ્યા છે. તેમના માટે લોકડાઉન નથી? કોરોના માત્ર લોઅર અને મિડલ ક્લાસ લોકો માટે જ હોય છે અને જીવ પણ તે લોકો જ ગુમાવે છે. આ સેલેબ્સ હોમ ક્વોરન્ટીન રહીને સ્વસ્થ થઇ જાય છે. બીજા યુઝરે લખ્યું, માલદિવ્સમાં ડિસ્કાઉન્ટ આપે છે? આ ઇન્ડિયન સેલેબ્સને ટ્રાવેલ કરવાની પરમિશન કોણે આપી? શરમ આવવી જોઈએ આવા લોકોને.

Read About Weather here

રણબીર અને આલિયા પહેલીવાર ડિરેક્ટર અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં સ્કિન શેર કરશે. રણબીર લવ રંજનની અપકમિંગ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે દેખાશે.

આ ઉપરાંત રણબીર ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’માં પરિણીતી ચોપરા, અનિલ કપૂર અને બોબી દેઓલ સાથે દેખાશે. આલિયા ‘ગંગુબાઈ કાઠીયાવાડી’,‘RRR’ અને ‘તખ્ત’માં દેખાશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજ્યો ઇચ્છે તો સ્વયં લોકડાઉન લગાવી શકે છે: અમિતભાઈ
Next articleગુજરાતની વ્હારે ખાતર કંપની ઇફકો, મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે