સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ બેકાર અને બિનજરૂરી: ૬૯ પૂર્વ અમલદારોએ મોદીને લખ્યો પત્ર

80

પૂર્વ અમલદારોના એક ગ્રુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખીને સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજના પર ચિંતા વ્યક્ત કરી છે. કૉન્સ્ટિટ્યૂશનલ કંડક્ટ ગ્રુપના બેનર હેઠળ ૬૯ નિવૃત સરકારી બાબૂઓએ દાવો કર્યો છે, દેશના લોકો સ્વાસ્થ્ય સેક્ટરમાં રોકાણની રાહ જોઈ રહૃાાં છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી સામાજિક પ્રાથમિક્તાઓના સ્થાન પર બેકાર અને બિનજરૂરી યોજનાએ પ્રાથમિક્તા કેમ આપવામાં આવી રહી છે?

આ પત્ર પર પૂર્વ આઇએએસ અધિકારીઓ જવાહર સરકાર, જાવેદ ઉસ્માની, એનસી સક્સેના, અરુણા રૉય, હર્ષ મંદર અને રાહુલ ખુલ્લર સિવાય પૂર્વ આઇપીએસ અધિકારીઓ એએસ દૃુલ્લત, અમિતાભ માથુર અને જૂલિયો રિબેરોના હસ્તાક્ષર છે. તેમણે કહૃાું છે કે,સંસદના નવા ભવન માટે કોઈ ખાસ કારણ ના હોવા છતાં આ ખૂબ જ ચિંતાનો વિષય છે કે, જ્યારે દેશની અર્થ વ્યવસ્થા કથળી રહી છે. જેના કારણ દેશના લાખો લોકોની હાલક કફોડી કરી દીધી છે, તેવામાં સરકારે ધામધૂમથી આ યોજનામાં રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

પત્રમાં આરોપ લગાવ્યો છે કે, અમે આપણી ચિંતાઓએ વાકેફ કરાવવા માટે તમને આ પત્ર એટલા માટે લખી રહૃાાં છે, કારણ કે સરકાર અને તેના પ્રમુખ તરીકે તમારે સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજના મામલે કાયદાનો અનાદર કર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ આ પરિયોજનામાં બેજવાબદાર વલણ દૃાખવવામાં આવ્યો છે. જે અગાઉ કદાચ ક્યારેય જોવા નથી મળ્યું.

જણાવી દઈએ કે, રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના અંતર્ગત સંસદના નવા પરિસર, કેન્દ્રીય મંત્રાલયો માટે સરકારી ઈમારતો, ઉપરાષ્ટ્રપતિ માટે નવા એક્ધલેવ, પીએમઓ કાર્યાલય અને આવાસ સહિત અન્ય નિર્માણ કાર્ય કરવામાં આવનાર છે. આ પરિયોજના પર કામ કરી રહેલા સીપીડબલ્યુડીએ અંદાજિત ખર્ચ ૧૧,૭૯૪ કરોડ રૂપિયાથી વધારીને ૧૩,૪૫૦ કરોડ રૂપિયા કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ૧૦ ડિસેમ્બરે સંસદના નવા ભવનનું ભૂમિ પૂજન કર્યું હતું. પત્રમાં પૂર્વ અમલદૃારોએ કેસ કોર્ટમાં હોવા છતાં સંસદના નવા ભવનના નિર્માણની દિશામાં અયોગ્ય તરીકે આગળ વધવાનો આરોપ લગાવ્યો છે.