સોમવારથી શરૂ થતી અંતિમ સુનાવણી પૂર્વે કર્મચારી મહામંડળની મુખ્યમંત્રીને રજૂઆત
રાજ્ય સરકારના કર્મચારીઓના ફીક્સ પગારને લગતા કેસની અગામી તા. 15 ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને ફીક્સ પગારને લગતો કેસ પરત ખેચવાની વિનંતી સાથે રજૂઆત કરી છે. અ રજૂઆતમાં કર્મચારી મહામંડળે જણાવેલ કે, તા. 16/02/2006 ના ઠરાવથી વર્ગ-3 ના કર્મચારીઓને પાંચ વર્ષ ફિક્સ પગારમાં રાખવાની યોજના અમલમાં આવેલ જે પૂર્વ વિદ્યાસહાયક નામે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જગતમાં વર્ષ -1998 થી, પોલીસ કોન્સટેબલોને લોકરક્ષક ભરતી યોજનાને નામે વર્ષ -2004 થી પાંચ વર્ષ ફિક્કા પગારમાં લાગુ પાડવામાં આવેલ તે ઉપરાંત અમુક વિભાગોમાં રહેમરાહે લાગેલ કર્મીઓને પણ પાંચ વર્ષ ફિક્સ પગારમાં રાખવાની નિતિ ઘડવામાં આવેલ. આ ફિક્સપગારની નિતિ અન્યાયી અને ગેરબંધારણીય હોઇ, હાઇકોર્ટે વર્ષ-2012 માં તેને મૂળ અસરથી નાબૂદ કરી તમામ લાભ આપવા જણાવેલ જેની સામે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલ જે સ્પે.લીવ ચુકાદા માટે પેન્ડીંગ છે. આ બાબતે મહામંડળે વારંવાર રજુઆત કરેલ છે.
તાજેતરમાં જ તા.30/09/2020 ના પત્રથી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવેલ જે સંદર્ભે પ્રત્યુત્તર મળેલ છે કે, આ બાબત હાલમાં સુપ્રીમ કોર્ટ ન્યાયાધિન હોઇ, પ્રસ્તુત બાબતે અત્રેથી કોઇ કાર્યવાહી અપેક્ષિતા નથી. સરકારે જણાવેલ પ્રત્યુત્તર સુસંગત નથી, કારણકે મહામંડળી માંગણી જ આ કેસ સુપ્રીમ કોર્ટમાંથી પાછો ખેંચી હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરવામાં આવે એ છે, નહી કે નીતિમાં સુધારો કરવો. આમ, સુપ્રિમ કોર્ટમાંથી કેસ પરત ખેંચવાની કાર્યવાહી અપેક્ષિત જ છે, જેથી પુન: આગ્રહભરી વિનંતિ છે કે આગામી તા.15/02/2021 થી જ્યારે આ પીટીશનની અંતિમ સુનાવણી શરૂ થવાની શક્યતા છે ત્યારે સરકાર આ કેસ પરત ખેંચે અને છેલ્લા 15 થી 20 વર્ષથી ચાલતી આ અન્યાયી નિતિને તિલાંજલી આપી સુભાષચંદ્ર બોઝની 125 તથા રવિન્દ્રનાથ ટાગોરની 150 મી જન્મજયંતિને શ્રઘ્ધાંજલિ અર્પે.
ઉપરાંત તાજેતરમાં જ ગત તા.06 ના રોજ ગુજરાત હાઇકોર્ટની ડાયમન્ડ જ્યુબિલીના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત હાઇકોર્ટ અને તેના ચુકાદાઓની પ્રશંસા કરીને જણાવ્યું કે આનાથી ન્યાય વ્યવસ્થા, લોકતંત્રને મજબૂતી મળી છે તો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આવો જ ન્યાયતંત્ર પર વિશ્ર્વાસ વધે અને લોકશાહી મજબૂત થાય તેવો ચુકાદો જે વર્ષ-2012 માં આપવામાં આવેલ છે તેનો અમલ કરવો જોઈએ. જો આ કેસ પાછો ખેંચવામાં નહી આવે તો આગામી જિલ્લા તાલુકા પંચાયત, નગરપાલિકામાહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ નીતિના વિરોધમાં તેમજ આવી જ બીજી એન્યાયી એવી નવી પેન્શન યોજનાના વિરોધમાં તમામ કર્મચારી આલમતથા તેમનો પરિવાર રૂબરૂ અથવા પોસ્ટલ બેટલથી અચુક મતદાન કરે અને કરાવડાવશે તેવી ચીમકી ઉચ્ચાર હતી.