સુંદરને ભારતે એક બેટ્સમેન તરીકે પણ રમાડવો જોઇએ: માઇકલ વોન

9

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ, પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત વાપસી કરતા બાકીની ત્રણેય ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમ પસ્ત કરી દીધી અને સીરીઝ ૩-૧થી પોતાના નામે કરી લીધી હતી. ભારતની આ મજબૂત વાપસી અને પરફોર્મન્સ જોઇને ઇંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન માઇકલ વૉન પ્રસંશા કરવા લાગ્યો છે. આમ તો માઇકલ વૉન ટીમ ઇન્ડિયાની અવારનવાર ટીમ ઇન્ડિયાની કોઇને કોઇ મુદ્દે મજાક ઉડાવતો રહે છે. પરંતુ આ વખતે તેને યુવા ખેલાડી વૉશિંગટન સુંદરની બેટિંગે પ્રભાવિત કર્યો છે.

વૉને યુવા ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદરની પ્રસંશા કરતા કહૃાું કે તે એક ખેલાડી તરીકે ટૉપ સિક્સમાં એક બેટ્સમેન તરીકે પણ રમી શકે છે. પૂર્વ કેપ્ટન વૉને સુંદરની બેટિંગને લઇને કહૃાું કે, ભારતીયની ટીમ ખરેખરમાં બેસ્ટ યુવા ટીમ છે,

વૉને કહૃાું સુંદરની ટેકનિક બિલકુલ બેટ્સમેનો જેવી છે, તેનુ ડિફેન્સ સૉલિડ છે, તેની સ્પિન બૉલિંગને છોડી દેવામાં પણ જો આવે તો તે એક બેટ્સમેન તરીકે તેની જગ્યા ટૉપ ૬માં બને છે.

નોંધનીય છે કે, ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં વૉશિંગટન સુંદરે જબરદસ્ત પરફોર્નસ આપીને ટીમ ઇન્ડિયાને જીત અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયા સીરીઝમાં પણ સુંદરના પરફોર્મન્સે તમામને ચોંકાવી દીધા હતા.