સા.અરબની સોશિયલ એક્ટિવિસ્ટને છ વર્ષની જેલની સજા ફટકારાઇ

62

સાઉદી અરબની એક કોર્ટે સોશિયલ એક્ટિવિસ્ટ લુજૈન અલ હથલૌલને પાંચ વર્ષ આઠ મહિનાની સજા આપી છે. લુજૈન બે વર્ષથી જેલમાં છે. તેના પર આરોપ છે કે તે દેશની પોલિટિકલ સિસ્ટમ બદલવા માંગે છે. તેને રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ પણ ગણાવવામાં આવી છે. લુજૈને દેશમાં મહિલાઓને ડ્રાઈવિંગનો અધિકાર પાવવા માટે કેમ્પેઈન ચલાવ્યું હતું. ત્યારપછી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેને ઉદારવાદી માંગ ગણાવી અને મહિલાઓને ગાડી ચલાવવાનો અધિકાર આપ્યો હતો.

માર્ચ સુધીમાં છૂટી જશે લુજૈન સોમવારે લુજૈનને સજા સંભળાવતી વખતે કોર્ટે તેને એક રાહત પણ આપી છે. તે ૧૫ મે ૨૦૧૮થી જેલમાં છે. લુજૈને જેટલો સમય જેલમાં વિતાવ્યો છે તેને પ્રિઝન પિરિયડ એટલે કે સજા જ ગણવામાં આવે છે. કુલ ૫ વર્ષ અને ૮ મહિનાની સજામાંથી આ સમય બાદ કરવામાં આવશે. ધી ગાર્ડિયનના રિપોર્ટ પ્રમાણે લુજૈન માર્ચના અંત સુધીમાં છૂટી જશે. કારણકે તેની બે વર્ષ અને ૧૦ મહિનાની સજાને સસ્પેન્ડ પણ રાખવામાં આવી છે. તે કારણથી જ તે માર્ચના અંત સુધીમાં છૂટી જશે. જોકે તેને છોડવાની સાથે બે શરતો પણ રાખવામાં આવી છે. પહેલી- તે પાંચ વર્ષ સુધી કોઈ અન્ય દેશની યાત્રા નહીં કરે. બીજી- કોઈ પ્રકારના વિરોધ પ્રદર્શન અથવા કેમ્પેઈનમાં સામેલ નહીં થાય.