સાવલીના પીલોલ ગામે પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત (30)

12
savli-suicide-સાવલી
savli-suicide-સાવલી

Subscribe Saurashtra Kranti here.

સાવલી પોલીસે બન્ને મૃતદેહોનો કબજો લીધો

સાવલી તાલુકાના પીલોલ ગામે બે પ્રેમી પંખીડાઓએ ગામની સીમમાં લીમડાના ઝાડ પર લટકીને દોરડા વડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સાવલિ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પી.એમ કરાવવા તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સાવલિ તાલુકાના પીલોલ ગામની સીમમાં લીમડાના ઝાડ પર દોરી વડે ગળેફાંસો ખાઈ બે પ્રેમી પંખીડાઓએ જીવન ટૂંકાવી લીધું હતું બનાવના પગલે ભારે ચર્ચા જાગી હતી અને લોકના ટોળા ઉમટી પડ્યા હતા બનાવના પગલે સાવલી પોલીસને જાણ કરાતા સાવલિ પોલીસના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા મૃતકોની બાજુમાં ઝેરી દવાની બોટલ પડેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. આમ બંને પ્રેમી પંખીડાઓએ પ્રથમ ઝેરી દવા ગટગટાવી ત્યારબાદ ફાંસો ખાધો હોય એવું તેવું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે સાથે સાથે બન્નેની ઓળખ કરાતાં મૃતક કેતન કનુભાઈ પરમાર ઉંમર વર્ષ આશરે ૩૫ રહે.પીલોલ બ્રાહ્મણ ફળિયું તાલુકો સાવલી તેમજ મનિષાબેન પરમાર ઉંમર વર્ષ ૨૨ રહે ઈંટોલી ગામ જરોદ પાસે જીલ્લો વડોદરા હોવાનું બહાર આવ્યું હતું.

Read About Weather here

પીલોલ પંથકમાં પ્રેમી પંખીડાઓએ અકાળે જીવન લીલા સંકેલી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને લોકમુખે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે મરનાર પ્રેમીપંખીડાઓ સાથે જીવી ન શકતા હોવાના કારણે સાથે મરવાનું પસંદ કર્યું છે જ્યારે બીજી બાજુ સાવલિ પોલીસે બન્ને મૃતદેહોનો કબજો લઇ સાવલી જન્મોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ કરાવી મોતનું ચોક્કસ કારણ શોધવા તજવીજ હાથ ધરી છે હાલ સાવલિ પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here