નવેમ્બર મહિનામાં છૂટક ફૂગાવાના દરમાં થયો વધારો
નવેમ્બરમાં છૂટક ફુગાવાનો દર (CPI) વધીને 4.91 ટકા થઈ ગયો
દિવસને દિવસે દેશમાં મોંઘવારી વધતી જતી જોવા મળી રહી છે. નવેમ્બરમાં છૂટક ફુગાવાનો દર (CPI) વધીને 4.91 ટકા થઈ ગયો છે. આ પહેલા ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી 4.35 ટકા પર રહી હતી.
નવેમ્બરમાં ખાદ્ય ચીજવસ્તુઓનો છૂટક ફુગાવો વધુ 1.87 ટકા થયો છે. શાકભાજીના છૂટક ફુગાવાની વાત કરીએ તો તે -13.62 ટકા પર છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
ભારતીય રિઝર્વ બેંક તેની દ્વિ-માસિક નાણાકીય નીતિ નક્કી કરતી વખતે મુખ્યત્વે CPI આધારિત ફુગાવાને જુએ છે. RBIને સરકારે તેને 4 ટકા પર રાખવા કહ્યું છે. જેની સાથે બંને તરફ 2 ટકાનો ટોલરન્સ બેન્ડ આપવામાં આવ્યો છે.
તેમજ દાળની છૂટક મોંઘવારી વધુ 3.18 ટકા પર રહી. કપડા અને ફૂટવેરમાં છૂટક ફુગાવો 7.94 ટકા રહ્યો હતો. ત્યારે તેલ અને ઉર્જાની રિટેલ મોંઘવારી નવેમ્બરમાં 13.35 ટકા પર પહોંચી ગઈ છે. બીજી તરફ ઘરની રિટેલ મોંઘવારી 3.66 ટકા પર રહી છે.
Read About Weather here
RBIને અપેક્ષા છે કે આ વર્ષે બાકી સમયમાં મોંઘવારી વધારે રહેવાની અપેક્ષા છે, કારણ કે બેઝ ઈફેક્ટ વિપરીત હોવાનું કહેવાય છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં મોંઘવારી તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી જશે અને તે પછી તેમાં ઘટાડો જોવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here