કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનો રાજ્યસભામાં કાર્યકાળ સમાપ્ત થઈ ચુક્યો છે.તેમને વિદાય આપતી વખતે પીએમ મોદી રડી પડ્યા હતા. ખુદ ગુલામ નબી આઝાદ પણ ભાવુક થઈ ગયા હતા.
મોદી અને આઝાદની દોસ્તીએ આખા દેશનુ ધ્યાન ખેંચ્યુ હતુ ત્યારે રાજ્યસભામાંથી વિદાય બાદ આઝાદે આપેલા પહેલા ઈન્ટરવ્યૂમાં કહૃાુ છે કે, લોકો મને હવે ઘણી બધી જગ્યાએ જોઈ શકશે. કારણકે મારે હવે સાંસદ પણ નથી બનવુ અને મંત્રીપદ પણ નથી જોઈતુ. કોંગ્રેસ પાર્ટીમાં પણ હવે મને કોઈ હોદ્દાની ઈચ્છા નથી.
તેમણે કહૃાુ હતુ કે, એક રાજનેતા તરીકે હું પોતે મારા કામથી સંતુષ્ટ છું અને જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી લોકોની સેવા કરતો રહીશ. હું ૧૯૭૫માં જમ્મુ કાશ્મીર યુવા કોંગ્રેસનો પ્રદૃેશ અધ્યક્ષ હતો.એ પછી મેં પાર્ટીમાં ઘણા હોદ્દાઓ પર અને ઘણા વડાપ્રધાનો જોડે કામ કર્યુ છે. હું મારી જાતને નસીબદાર માનુ છું કે, દેશ માટે કામ કરવાનો મોકો મળ્યો. હું ખુશ છું કે ઈમાનદૃારીથી મેં મારી ફરજ નિભાવી છે.મને દેશ અને દુનિયાને જાણવાનો અને સમજવાનો મોકો મળ્યો છે.
આઝાદે કહૃાુ હતુ કે, જે લોકો મને અંદરથી જાણે છે તેમણે વર્ષો સુધી મારુ કામ જોયુ છે અને એટલા માટે તેઓ મારી વિદાય વખતે ભાવુક થઈ ગયા હતા. હું વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓનો આભારી છું જેમણે મારા વખાણ કર્યા છે અને જેમની સાથે કામ કરવાની મને તક મળી છે.