સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા જતાં વેપારીની ગોળી મારી હત્યા (12)

12
AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

અજય લગભગ ૯ વાગ્યે સાંઈ બાબા મંદિર માટે રવાના થયા

હરિયાણાના રોહતક જિલ્લામાં ખરાવડ ગામમાં સ્થિત સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા જઈ રહેલા જુલાના અનાજ માર્કેટના વેપારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના ખેડી સાધ બાયપાસ રોડ પર બની, જ્યારે વેપારી અજય પોતાની સ્કૂટી પર સવાર થઈને સાંઈ બાબાના મંદિરે જઈ રહૃાા હતા. અજય હાલમાં રોહતકના સંત નગર કોલોનીમાં રહેતા હતા. ઘટનાની સૂચના મળતા આઇએમટી પોલીસ સ્ટાફ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. હાલ મૃતકની લાશ રોહતક પીજીઆઇ મોકલવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here.

હત્યારાઓ વિશે કોઈ પગેરું મેળવી શકાયું નથી. પોલીસ મામલાની તપાસ કરવામાં લાગી ગઈ છે. મૃતકના પરિજનોએ કોઈની સાથે દૃુશ્મની હોવાનો ઈક્ધાર કરી દીધો છે. મૂળે, જિંદ જિલ્લાના જુલાન ગામના રહેવાસી અજય જુલાનાની અનાજ માર્કેટમાં દલાલીનું કામ કરતા હતા. હાલ બાળકોના અભ્યાસને કારણે રોહતક શહેરની સંત નગર કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. અજય દર ગુરૂવારે રોહતકથી ખરાવડ સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા માટે જતા હતા.

Read About Weather here

ગુરૂવાર સવારે પણ અજય લગભગ ૯ વાગ્યે સાંઈ બાબા મંદિર માટે રવાના થયા અને જેવા તેઓ બાયપાસ રોડ પર પહોંચ્યા તો અજાણ્યા હુમલાખોરોએ તેમને ગોળી મારી દીધી. પોલીસે તેમને તાત્કાલિક પીજીઆઇ શિટ કર્યા, જ્યાં ડૉક્ટરોએ અજયને મૃત જાહેર કરી દીધા. મૃતક અજયના ભાઈ વિજયનું કહેવું છે કે તેની કોઈની સાથે કોઈ પણ દૃુશ્મનાવટ નહોતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here