સલમાન ખાનના, આરોપીએ કરી આત્મહત્યા

 સલમાન ખાનના, આરોપીએ કરી આત્મહત્યા
 સલમાન ખાનના, આરોપીએ કરી આત્મહત્યા

સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બાંદ્રામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા એક આરોપીએ આત્મહત્યા કરી છે, બપોરે 11 થી 12 વાગ્યા નજીક બાથરુમમાં આત્મહત્યા કરી છે.

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસના એક આરોપીએ આત્મહત્યા કરી છે.મુંબઈ પોલીસે બાંદ્રામાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના મામલે ચાર લોકોની ધરપકડ કરી છે. તેમાંથી બે લોકોએ સલમાનના ઘરે ફાયરિંગ કર્યું હતું. આ આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ફાયરિંગ મામલે ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું હતુ.

ક્રાઈમ બ્રાન્ચના સુત્રો મુજબ અનુજે બપોરે 11 થી 12 વાગ્યા નજીક બાથરુમમાં આત્મહત્યા કરી છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોક્ટરે જણાવ્યું કે, અનુજનું મૃત્યુ થઈ ચુક્યું છે.

આ આરોપીઓને પિસ્તોલ સપ્લાય કરવાના મામલે પંજાબમાંથી સોનુ ચંદર અને અનુજ થાપનની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકી અનુજ થાપને આત્મહત્યા કરી છે. આરોપીને હાલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.સલમાન ખાન ફાયરિંગ મામલે પુછપરછ બાદ ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, શૂટરે બંદૂક ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. તપાસમાં એ પણ જાણ થઈ કે, આરોપીઓએ મુંબઈમાં ફાયરિંગ પહેલા સલમાન ખાનના પનવેલ ફાર્મફાઉસની આજુબાજુ (રેકી) આંટાફેરા માર્યા હતા

સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપોર્ટમેન્ટ પર 14 એપ્રિલના રોજ 2 બાઈક સાવરે ગોળીબાર કર્યો હતો.ત્યારબાદ પોલીસે આઈપીસીની કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ એફઆઈઆર નોંધી હતી. પોલીસે આ મામલે 16 એપ્રિલના રોજ ગુપ્તા અને પાલની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, બોલિવુડ અભિનેતાના ઘરની બહાર કરેલા ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદુક સુરતની તાપી નદીમાંથી મળી આવી હતી. આ દરમિયાન કારતુસ પણ મળી આવ્યા છે. આરોપીએ મુંબઈથી સુરત પહોંચ્યા હતા. ત્યાંથી ટ્રેન દ્વારા ભુજ આવ્યા હતા.

સલમાન ખાનના ઘરની બહાર જ્યારથી ફાયરિંગની ઘટના સામે આવી છે.ત્યારથી તેના ચાહકો ખુબ પરેશાન છે. તેમજ ચાહકો તેની સુરક્ષાને લઈને પણ પરેશાન જોવા મળી રહ્યા છે. અભિનેતા હાલ લંડનમાંછે. જ્યાં વેમ્બલી સ્ટેડિયમની અંદર બ્રિટેનના બ્રેન્ટ નોર્થના સાંસદ બૈરી ગાર્ડિનર સાથે પોઝ આપી રહ્યા છે. તેવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.