સરકાર બે સપ્તાહમાં મંદિર બનાવે, તોડનાર પાસેથી ખર્ચ વસૂલે: પાક.સુપ્રિમ કોર્ટ

38

પાકિસ્તાનમાં મંદિર તોડી પાડવાનાં કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ, સુનાવણીમાં કોર્ટે મંગળવારે ખૈબર પુખ્તુનખ્વાની પ્રાંતીય સરકારે હુકમ આપ્યો છે કે તે કરક જિલ્લાનાં તેરી ગાંમમાં કૃષ્ણદ્વાર મંદિૃરની સાથે-સાથે શ્રી પરમહંસજી મહારાજની સમાધીનું બે સપ્તાહમાં પુનનિર્માણ કરાવે, મુખ્ય ન્યાયાધિશે તે પણ કહૃાું કે મંદિરમાં તોડફોડ કરનારા લોકોએ જ પુનનિર્માણનાં પૈસા આપવા પડશે.

પાકિસ્તાનમાં મંદિર તોડી પાડવાનાં કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ, સુનાવણીમાં કોર્ટે મંગળવારે ખૈબર પુખ્તુનખ્વાની પ્રાંતીય સરકારે હુકમ આપ્યો છે કે તે કરક જિલ્લાનાં તેરી ગામમાં કૃષ્ણદ્વાર મંદિરની સાથે-સાથે શ્રી પરમહંસજી મહારાજની સમાધીનું બે સપ્તાહમાં પુનનિર્માણ કરાવે, મુખ્ય ન્યાયાધિશે તે પણ કહૃાું કે મંદિૃરમાં તોડફોડ કરનારા લોકોએ જ પુનનિર્માણનાં પૈસા આપવા પડશે.

જો કે ગત ૩૦ ડિસેમ્બરનાં દિવસે ધર્મસ્થળ પર બાંધકામનો વિરોધ કરતા કટ્ટરપંથી જમીયતે ઉલેમા-એ-ઇસ્લામ પાર્ટી (ફઝલ ઉર રહેમાન જુથ)નાં સભ્યોની આગેવાનીમાં એક ટોળાએ મંદિરમાં તોડફોડ કરી હતી, અને આગ લગાવી દીધી હતી, ત્યાં જ એક હિંદુ ધાર્મિક નેતા શ્રી પરમહંસજી મહારાજની સમાધી પણ હતી, ત્યાર બાદ થયેલી એફઆઇઆરમાં ૩૫૦થી વધુ લોકોનાં નામ છે, કેસમાં અત્યાર સુધી ૧૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાનનાં લઘુમતી સમુદાયનાં કાનુનવિદ રમેશ કુમારે ગત સપ્તાહે કરાચીમાં તેમની બેઠક દરમિયાન તોડવા અંગેની માહિતી આપી હતી, ત્યાર બાદ મુખ્ય ન્યાયાધીશે કાર્યવાહી કરી, ત્યાર બાદ ખૈબર પુખ્તુનખ્વા સરકાર અને ઔકાફ વિભાગને સુચના આપી કે તે તુરંત જ કામ શરૂ કરે અને બે સપ્તાહમાં જ પ્રગતી રિપોર્ટ રજુ કરે.