સરકાર ઉપલબ્ધિઓ ના ગણાવે, એક ‘સ્પષ્ટ અને મજબૂત રણનીતિ સામે મૂકે

35

વિદેશ મંત્રાલયની મીિંટગમાં ચીનને લઇ રાહુલ ગાંધીએ કહૃાું-

વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ખૂબ આકરી ચર્ચા જોવા મળી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વૈશ્ર્વિક પડકારોમાં ખાસ કરીને ચીન સામેના પડકારો માટે સ્પષ્ટ રણનીતિની માંગણી કરી. ત્યારબાદ વિદેશ મંત્રી એસ.જયશંકર અને વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ કયાંય સુધી તેમને જવાબ આપ્યા. ચીનને લઇ મંત્રી એક કલાક સુધી પ્રઝેન્ટેશન આપ્યું તેને રાહુલ ગાંધીએ ‘લોન્ડ્રી લિસ્ટ બતાવીને રદ કરી દીધું. મીટીંગમાં હાજર કોંગ્રેસના જ શશિ થરૂરએ પણ આ વાત દોહરાવી. ગાંધી અને જયશંકરની વચ્ચે કેટલીય વખત રકઝક થઇ. કુલ મળીને અંદૃાજે સાડા ત્રણ કલાકની મીટીંગમાં બે કલાકથી વધુ સમય જયશંકર અને શ્રૃંગલા જ જવાબ આપતા રહૃાા. રાહુલએ સરકારની વિરૂદ્ધ આરોપોનો વરસાદ કરતાં કહૃાું કે તેઓ પોતાની ઉપલબ્ધિઓ ના ગણાવે, પરંતુ એક ‘સ્પષ્ટ અને મજબૂત રણનીતિ સામે મૂકે.

સૂત્રોના મતે જયશંકરે કહૃાું કે ચીને પૂર્વ લદ્દાખમાં જે કર્યું તેમાં શાંતિ ભંગ થઇ છે. તેમણે કહૃાું કે સરકારની રણનીતિ અત્યારે એ છે કે સરહદવર્તી વિસ્તારોમાં સૈનિક તૈનાત રખાશે અને સશસ્ત્ર બળોને સપોર્ટ કરવામાં આવે. વિદેશ મંત્રીના મતે ચીનને સમસ્યા ભારતના બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવાથી છે. તેમણે કહૃાું કે ૨૦૧૪ સુધીમાં ધીમું હતું. ત્યારબાદૃથી સરકારે ઇન્ફ્રાસ્ટ્રકચર બજેટને વધારી દીધું અને તેને લાગૂ કરવાની સ્પીડને ચારગણી કરી દીધી. ગાંધીએ સરકારને સ્પષ્ટ પૂછ્યું કે શું તેમની પાસે કોઈ વ્યૂહરચના છે કે જેને ‘ત્રણ વાક્યોમાં સમેટી શકાય. રાહુલે પૂછ્યું કે, જો ચીની વ્યૂહરચના લશ્કરથી હટીને પ્રાદેશિક સ્થળાંતરિત થશે તો સરકાર શું કરશે. જ્યાં જૂના સિલ્ક રોડને એક ભૂમિ માર્ગમાં રૂપાંતરિત કરવામાં આવશે જે ચીનને યુરોપ (બીઆરઆઈ) અને પાકિસ્તાન (સીપીઇસી) દ્વારા અખાત સાથે ભારતના કેન્દ્રિય સ્વરૂપ નબળું પડી જશે. તેમણે એ પણ પૂછ્યું કે શું ભારત પાસે ‘બાઇપોલર વિશ્ર્વ (અમેરિકા જ ચીન) માટે કોઈ વ્યૂહરચના છે?

જયશંકરે જવાબ આપ્યો કે બીઆરઆઈ અને કનેક્ટિવિટીને લઇ ભારતની વ્યૂહરચના સૌ પ્રથમ ૨૦૧૭ માં બીઆરઆઈ ફોરમથી સ્પષ્ટ થઈ ગઇ હતી. ભારતની જે પોઝિશન હતી તેવી જ પોઝિશન હવે વિશ્ર્વના ઘણા દૃેશો લઈ રહૃાા છે. તેમણે કહૃાું કે ભારત એ કોશિષમાં છે અને મલ્ટી-પોલર દુનિયા બની શકે. આ દિશામાં પ્રથમ પગલું મલ્ટી-પોલર એશિયા બનાવવાનું હશે. રાહુલે કહૃાું હતું કે તેઓ ઇચ્છે છે કે મીટીંગની મિનટ્સ અગાઉથી સર્કુલેટ કરવામાં આવે. આ અંગે જયશંકરે કહૃાું કે અગાઉના વર્ષોમાં આવું બન્યું હતું, પરંતુ જ્યારે પ્રણવ મુખર્જી વિદૃેશમંત્રી હતા ત્યારે સુરક્ષાના કારણોને લીધે તેમણે આમ કરવાનું બંધ કરી દીધું હતું.