સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ દૂષ્‍કર્મ આચરી ઝેરી પાવડર પાઇ દીધો!

સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ દૂષ્‍કર્મ આચરી ઝેરી પાવડર પાઇ દીધો!
સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ દૂષ્‍કર્મ આચરી ઝેરી પાવડર પાઇ દીધો!

સાથે મજૂરી કામ કરતી વખતે એક ઢગાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી બાદમાં લગ્નની લાલચ આપી તેણીને ગામના તળાવ પાસે મળવા બોલાવી દૂષ્‍કર્મ આચરી બાદમાં ઝેરી પાવડર પીવડાવી દેતાં સારવાર માટે દાખલ કરવી પડી હતી. આ બનાવ ચોટીલા પંથકમાં બન્‍યો છે. ઝેરી અસર થતાં સગીરાને રાજકોટ સારવાર માટે દાખલ કરવી પડી હતી. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ ચોટીલા પંથકના એક ગામમાં રહેતી સત્તર વર્ષની સગીરાને ગઇકાલે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. તબિબની પુછતાછમાં તેણીને ગામના તળાવ પાસે તેના પ્રેમીએ ઝેરી પદાર્થ પીવડાવી દીધાનું સગાઓએ કહેતાં તબિબે પોલીસને જાણ કરી હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ ચોટીલા પોલીસને એન્‍ટ્રી નોંધાવી હતી. જેમાં સગીરાને દિલીપ નામના શખ્‍સે ગામના તળાવ પાસે કોઇ ઝેરી પ્રવાહી પાઇ દીધાની નોંધ કરાવાઇ હતી. એન્‍ટ્રીના આધારે ચોટીલા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જો કે ટુંકી સારવાર બાદ સગીરાએ હોસ્‍પિટલમાંથી રજા લીધી હતી. તેના સ્‍વજનોએ આક્ષેપો સાથે જણાવ્‍યું હતું કે સગીરા મજુરી કામે જતી હોઇ તેની સાથે જ કામ કરતાં દિલીપ સાથે ઓળખાણ થઇ હતી. આ શખ્‍સે તેણીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. દરમિયાન બે દિવસ પહેલા તેણીને ગામના તળાવ પાસે બોલાવી તેની સાથે પહેલા દૂષ્‍કર્મ આચરી લીધુ હતું. બાદમાં તેણીને ભોળવીને ઉંદર મારવાનો પાવડર પ્રવાહીમાં ભેળવીને પાઇ દીધો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.