શેરબજાર લાલ નિશાન સાથે બંધ.!!!

13
sensex-શેરબજાર
sensex-શેરબજાર

Subscribe Saurashtra Kranti here

આજે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી

સેન્સેક્સ ૮૭ અંકનો ઘટાડો

દિવસભરના ઉતાર ચઢાવ પછી આજે સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૮૬.૯૫ પોઈન્ટ એટલે કે ૦.૧૭ ટકાના ઘટાડા સાથે ૪૯૭૭૧.૨૯ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી ૭.૬૦ પોઈન્ટ એટલે કે ૦.૦૫ ટકાના ઘટાડા સાથે ૧૪૭૩૬.૪૦ના સ્તરે બંધ થયો હતો. ગયા સપ્તાહે બીએસઈનો ૩૦ શેર વાળો સેન્સેક્સ ૯૩૩.૮૪ પોઈન્ટ એટલે કે ૧.૮૩ ટકા ઘટ્યો હતો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે અદાણી પોર્ટ્સ, બ્રિટાનિયા, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને સન ફાર્માના શેર તેજી સાથે બંધ થયા હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, પાવર ગ્રિડ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ અને એચડીએફસી બેંકના શેર ઘટાડા સાથે બંધ થયા હતા.

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજ એફએમસીજી, મેટલ, આઈટી, ફાર્મા અને રિયલ્ટી તેજી સાથે બંધ થયા હતા. જ્યારે ઓટો, પીએસયૂ બેંક, ફાઈનાન્સ, પ્રાઈવેટ બેંક, મીડિયા અ બેંક ઘટાડા સાથે બંધ થયા હતા.

આજે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. આજે સેન્સેક્સમાં ૩૧૦.૦૪ પોઈન્ટ એટલે કે ૦.૬૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિટી ૭૦.૩૦ પોઈન્ટ એટલે કે ૦.૪૮ ટકાના ઘટાડા સાથે ૧૪૬૭૩.૭૦ના સ્તરે ખુલ્યો હતો.

Read About Weather here

શુક્રવારે શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. જ્યારે તે પહેલા સતત પાંચ દિવસ શેરબજારમાં ઘટાડો અને મંદી જોવા મળી હતી. સેન્સેક્સ ૬૪૧.૭૨ પોઈન્ટ એટલે કે ૧.૩૦ ટકાના વધારા સાથે ૪૪૯૮૫૮.૨૪ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિટી ૧૮૬.૧૫ પોઈન્ટ એટલે કે ૧.૨૮ ટકાના વધારા સાથે ૧૪૭૪૪ના સ્તરે બંધ થયો હતો.

આજે વૈશ્ર્વિક બજારમાં પણ ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૫૭૨ પોઈન્ટ એટલે કે ૧.૯૨ ટકાના ઘટાડા સાથે ૨૯૨૨૦ના સ્તર પર પહોંચ્યો છે. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઈંન્ડેક્સમાં ૮૧ પોઈન્ટ એટલે કે ૦.૨૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ અને કોરીયાના કોસ્પી ઈન્ડેક્સમાં થોડો વધારો જોવા મળ્યો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here