શેરબજારમાં વેચવાલીનો માહોલ જામતા સેન્સેક્સ ૪૭૦ અંક ઘટ્યો

દિવસના અંતે સેન્સેક્સ ૪૮૫૬૪ની સપાટીએ બંધ, નિટી ૧૫૨ અંક માઇનસ

બજારમાં વેચવાલીનો માહોલ જામતા તેની અસર સ્થાનિક શેરમાર્કેટમાં જોવા મળી છે. તેથી સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૪૭૦.૪૦ પોઇન્ટ એટલે ૦.૯૬% ટકાના ઘટાડા સાથે ૪૮,૫૬૪.૨૭ પર બંધ થયો છે. તેમજ નિટી -૧૫૨.૪૦ પોઇન્ટ એટલે ૧.૦૬% ટકાના ઘટાડા સાથે ૧૪,૨૮૧.૩૦ પર બંધ રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે યુપીએલ, રિલાયન્સ, ટાઇટન, એચડીએફસી બેંક અને આઈશર મોટર્સના શેરો લીલા નિશાન પર બંધ થયા છે. તેમજ ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઓએનજીસી, હિંલાડો અને જેએસડબ્લ્યુ સ્ટીલ લાલ નિશાન પર બંધ થયા છે.

સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, તો આજે બધા સેક્ટર્સ લાલ નિશાન પર બંધ થયા છે. જેમાં એફએમસીજી, પીએસયુ બેંક, ફાર્મા, ઓટો, આઇટી, બેંક, મીડિયા, ખાનગી બેંક, મેટલ, રિયલ્ટી અને ફાઇનાન્સ સર્વિસિસ સામેલ છે.

અમેરિકામાં નવા રાહત પેકેજની અસર વિશ્ર્વનાં બજારોમાં દેખાઈ રહી છે. એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૦.૮૫ ટકા ઘટીને કારોબાર કરી રહૃાો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ૦.૯૦ ટકા પર કારોબાર કરી રહૃાો છે. જોકે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૦.૪૧ ટકાના વધારા સાથે કારોબાર કરી રહૃાો છે. આ પહેલાં યુરોપિયન અને અમેરિકાનાં બજારો ઘટાડા સાથે બંધ થયાં હતાં.

૧૫ જાન્યુઆરીએ સેન્સેક્સ ૫૪૯ અંકના ઘટાડા સાથે ૪૯,૦૩૪.૬૭ પર અને નિટી ૧૬૧.૯૦ અંક ઘટી ૧૪,૪૩૩.૭૦ પર બંધ થયો હતો. ચારેબાજુ વેચવાલીના કારણે લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ ૧૯૫.૪૯ લાખ કરોડ રૂપિયા થઈ છે. આ દૃરમિયાન વિદેશી રોકાણકારોએ ૭૨૪૦.૮૧ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલું સંસ્થાગત રોકાણકારોએ ૪૯૧૪.૦૭ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.