સેન્સેક્સ ૨૨૨ અંક વધ્યો, નિટી ૧૫૧૭૩ પર બંધ
રેલટેલનો આઇપીઓ ૧૬ ફેબ્રુઆરીથી ખુલશે
શેરબજારમાં આજે માર્કેટ બંધ રોનક જોવા મળી છે. જેમાં સેન્સેક્સ +૨૨૨.૧૩ પોઇન્ટ એટલે ૦.૪૩% ટકાના વધારા સાથે ૫૧,૫૩૧.૫૨ પર બંધ રહૃાો છે. તેમજ નિટી +૬૬.૮૦ પોઇન્ટ એટલે ૦.૪૪% ટકાના વધારા સાથે ૧૫,૧૭૩.૩૦ પર બંધ રહી છે.
દિૃગ્ગજ શેરની વાત કરીએ તો આજે િંહડાલ્કો, રિલાયન્સ, સનફાર્મા, અદૃાની પોર્ટ્સ અને ગેલના શેર લીલા નિશાન પર બંધ થયા છે. તથા ઇચર મોટર્સ, એલએન્ડટી, ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા અને ટાઇટનના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે બેંક, ફાઇનાન્સ સર્વિસ, ઓટો, મીડિયા, રિયાલ્ટી અને પીએસયુ બેંક લાલ નિશાન પર બંધ થયા છે. તેમજ પ્રાઇવેટ બેંક, એફએમસીજી, મેટલ, આઇટી અને ફાર્મા લીલા નિશાન પર બંધ થઈ ગયા છે.
સેન્સેક્સ પર રિલાયન્સ, સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ સહિતના શેર વધીને બંધ રહૃાાં હતા. રિલાયન્સ ૪.૦૭ ટકા વધીને ૨૦૫૫.૫૫ પર બંધ રહૃાો હતો. જ્યારે સન ફાર્મા ૨.૬૨ ટકા વધીને ૬૪૩.૫૦ પર બંધ રહૃાો હતો. જોકે ટાઈટન કંપની, લાર્સન, એચડીએફસી બેક્ધ, આઇટીસી, ઓએનજીસી સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. ટાઈટન કંપની ૨.૫૦ ટકા ઘટીને ૧૫૨૪.૧૫ પર બંધ રહૃાો હતો. જ્યારે લાર્સન ૧.૪૩ ટકા ઘટીને ૧૫૩૦.૬૫ પર બંધ રહૃાો હતો.
રેલટેલનો આઇપીઓ ૧૬ ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. તેનો પ્રાઈસ બેન્ડ ૯૩-૯૪ રૂપિયા સુધી કરવામાં આવ્યો છે. સરકારી કંપની તેના માટે ૮.૭૧ કરોડ શેર બહાર પાડશે. જેમાં ૫ લાખ શેર કર્મચારીઓ માટે રિઝર્વ રહેશે. રોકાણકારો તેમાંથી ઓછામાં ઓછા ૧૫૫ શેર પર બોલી લગાવી શકશે. ફેસ વેલ્યુ ૧૦ રૂપિયા પ્રતિ શેર થશે. સરકાર આઇપીઓ દ્વારા ૮૨૦ કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે.