શેરબજારમાં તેજી: સેન્સેક્સ ૨૫૪ અંક વધી ૫૧૨૭૯ની સપાટીએ બંધ

9

ભારતીય શેરબજારો આજે સપ્તાહના ત્રીજા દિવસે વધીને બંધ રહૃાાં હતા. સેન્સેક્સ ૨૫૪ અંક વધીને ૫૧૨૭૯ પર બંધ રહૃાો હતો. જ્યારે નિટી ૭૬ અંક વધીને ૧૫૧૭૪ પર બંધ રહૃાો હતો. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, એક્સિસ બેક્ધ, બજાજ ઓટો સહિતના શેર વધીને બંધ રહૃાાં હતા.

બજાજ ફાઈનાન્સ ૨.૩૪ ટકા વધીને ૫૫૪૧.૧૫ પર બંધ રહૃાો હતો. સન ફાર્મા ૨.૧૮ ટકા વધીને ૬૨૫.૦૦ પર બંધ રહૃાો હતો. જોકે ઓએનજીસી , કોટક મહિન્દ્રા, આઇટીસી, એચડીએફસી બેક્ધ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. ઓએનજીસી ૨.૦૫ ટકા ઘટીને ૧૧૪.૪૫ પર બંધ રહૃાો હતો. કોટક મહિન્દ્રા ૦.૮૯ ટકા ઘટીને ૧૯૬૧.૮૦ પર બંધ રહૃાો હતો.

અમેરિકા અને યુરોપિયન શેરબજારોમાં પોઝિટિવ વધારાના કારણે વિશ્ર્વના અન્ય શેરબજારોમાં પણ વધારો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૭૧ અંક વધી ૨૯૦૯૯ પર કારોબાર કરી રહૃાો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૧૫૭ અંક વધીને ૨૮૯૩૧ પર પહોંચી ગયો છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ પણ ૨૩ પોઈન્ટ ઉપર પહોંચી ગયો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ મામુલી વધારા સાથે ૨૯૭૯ પર પહોંચી ગયો છે.

યુએસના બજારોમાં નેસ્ડેક ૩.૬૯ ટકા વધીને ૧૩૦૭૩ અંક પર બંધ થયો હતો. એસએન્ડપી-૫૦૦ ઈન્ડેક્સ ૧.૪૨ ટકા વધી ૩૮૭૫ અંક પર બંધ થયો હતો. આ રીતે ડાઉ જોન્સ પણ ૩૦ અંકના સામાન્ય વધારા સાથે બંધ થયો હતો. આ પહેલા યુરોપના શેરબજાર પણ વધારા સાથે બંધ થયા, જેમાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના શેરબજાર સામેલ છે.