દૃુનિયામાં કોરોના વાયરસના ઘાતક પ્રભાવથી લોકો અજાણ હતા
કોરોના વાયરસ પર ચીનના દાવાઓને સ્વીકાર કરવા કોઈ તૈયાર નથી. ચારેય બાજુ એક પ્રશ્ર્ન છે કે જે ચીનમાં કોરોના વાયરસ પેદા થયો છે એ દેશ આટલો સુરક્ષિત કઈ રીતે છે? કેવી રીતે ચીનમાં ૬થી ૮ મહિનામાં જિંદગી પાટા પર આવી ગઈ, જ્યારે ભારત સહિત દૃુનિયાના અનેક દેશ ૨ વર્ષથી આ બીમારીનો સામનો કરી રહૃાા છે. હવે એક નવા ખુલાસાથી કોરોના વાયરસને લઇને ચીનના ઇરાદાઓ પર શક વધારે ઊંડો બન્યો છે. આ રિપોર્ટ ૨૦૧૫ના ઘટનાક્રમ સાથે જોડાયેલો છે, જ્યારે દૃુનિયામાં કોરોના વાયરસના ઘાતક પ્રભાવથી લોકો અજાણ હતા, પરંતુ ચીન એ સમયે કોરોના વાયરસને હથિયાર તરીકે ઉપયોગ કરવા વિશે તપાસ કરી રહૃાું હતુ.
Subscribe Saurashtra Kranti here
એટલું જ નહીં, સંભાવના છે કે ચીની સૈન્ય વૈજ્ઞાનિકોએ ત્રીજુ વિશ્ર્વ યુદ્ધ જૈવિક હથિયારથી લડવાની ભવિષ્યવાણી કરી હતી. અમેરિકન વિદેશ વિભાગને પ્રાપ્ત થયેલા ખુફિયા દસ્તાવેજોના હવાથી મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બ્રિટનના ‘ધ સન ન્યૂઝ પેપરે ઑસ્ટ્રેલિયાના સમાચાર પત્ર ‘ધ ઑસ્ટ્રેલિયનના રિપોર્ટ પ્રમાણે કહૃાું છે કે, અમેરિકન વિદેશ વિભાગને હાથ લાગેલા ‘બોમ્બશેલ એટલે કે વિસ્ફોટક જાણકારી પ્રમાણે ચીની સેના PLAના કમાન્ડર આ કુટિલ પૂર્વાનુમાન લગાવી રહૃાા હતા. અમેરિકન અધિકારીને મળેલા આ કથિત દસ્તાવેજ વર્ષ ૨૦૧૫માં સૈન્ય વૈજ્ઞાનિકો અને ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા લખવામાં આવ્યા હતા, જે ખુદ કોવિડ-૧૯ વિશે તપાસ કરી રહૃાા હતા.
ચીની વૈજ્ઞાનિકોએ સાર્સ કોરોના વાયરસની ચર્ચા ‘જેનેટિક હથિયારના નવા યુગ તરીકે કરી છે, કોવિડ આનું એક ઉદાહરણ છે. PLAના દસ્તાવેજોમાં એ વાતની ચર્ચા છે કે એક જૈવિક હુમલાથી શત્રુની સ્વાસ્થ્ય વ્યવસ્થાને ધ્વસ્ત કરી શકાય છે. પીએલએના આ દસ્તાવેજોમાં અમેરિકન વાયુસેનાના કર્નલ માઇકલ જે.કે. ના અભ્યાસનો પણ ઉલ્લેખ છે, જેમણે ભવિષ્યવાણી કરી હતી કે ત્રીજુ વિશ્ર્વયુદ્ધ જૈવિક હથિયારોથી લડાશે. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ૨૦૦૩માં જે SARSનો ચીન પર એટેક થયો હતો બની શકે કે તે એક જૈવિક હથિયાર હોય જેને આતંકવાદીઓએ તૈયાર કર્યું હોય.
Read About Weather here
આ કથિત દસ્તાવેજોમાં એ વાતનો ઉલ્લેખ છે કે આ વાયરસને કૃત્રિમ રીતે બદલી શકાય છે અને આને માનવોમાં બીમારી પેદા કરનારા વાયરસમાં પરિવર્તિત કરી શકાય છે. ત્યારબાદ આનો ઉપયોગ એક એવા હથિયાર તરીકે કરી શકાય છે જેને દૃુનિયાએ ક્યારેય ના જોયું હોય. આ દસ્તાવેજમાં ચીનના ટોચના અધિકારીઓનો લેખ છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯નો પહેલા કેસની માહિતી ૨૦૧૯માં મળી હતી.
ત્યારબાદ આ બીમારીએ મહામારીનું રૂપ લીધું. આ ખુલાસા બાદ ઑસ્ટ્રેલિયાના રાજનેતા જેમ્સ પેટરસને કહૃાું કે, આ દસ્તાવેજોએ કોવિડ-૧૯ની ઉત્પત્તિ વિશે ચીનની પારદર્શિતાને લઇને શંકા અને ચિંતા પેદા કરી દીધી છે. જો કે ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે આ લેખને પ્રકાશિત કરવા માટે ધ ઑસ્ટ્રેલિયની ટીકા કરી છે અને આને ચીનની છાપ ખરાબ કરવાનું અભિયાન ગણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here