શિવરાજ કેબિનેટનું વિસ્તરણ, જ્યોતિરાદિત્ય કેમ્પના ૨ને મંત્રીમંડળમાં સ્થાન

48

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. મધ્ય પ્રદેશ કેબિનેટમાં આ ત્રીજું વિસ્તરણ કરાયું છે. આ વખતે વિસ્તરણમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના બે વિશ્ર્વાસુઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. સિંધિયાના નિકટના ગણાતા તુલસી સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂતે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. સિંધિયાએ ટ્વીટ કરીને બન્ને મંત્રીઓને શુભેચ્છા પાઠવી હતી.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, લોકપ્રિય નેતા તુલસી સિલાવટ તેમજ ગોવિંદ સિંહ રાજપૂતને મંત્રી પદૃના શપથ ગ્રહણ કરવા બદૃલ શુભેચ્છાઓ. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ફાળવવામાં આવેલી જવાબદૃારીને તમે સફળતાપૂર્વક નિભાવશો તેવી કામના કરું છું.

મંત્રાલયના સૂત્રો મુજબ તુલસી સિલાવટને જશ સંશાધન તેમજ ગોવિંદ સિંહ રાજપૂતને પરિવહન તેમજ રેવન્યૂ વિભાગ મળવાનું નક્કી છે. મધ્ય પ્રદૃેશના રાજ્યપાલ આનંદૃીબેન પટેલે નવા મંત્રીઓને પદ તેમજ ગોપનિયતાના શપથ ગ્રહણ લેવડાવ્યા હતા. અગાઉ ૨૩ માર્ચ ૨૦૨૦ના મુખ્યમંત્રી શિવરાજ િંસહ ચૌહાણે શપથ લીધા હતા ત્યારબાદ આ ત્રીજ વખત કેબિનેટ વિસ્તરણ કરાયું છે. હજુ પણ કેબિનેટમાં ચાર પદ ખાલી પડ્યા છે.