શાહી પરિવારથી અલગ થવાનો નિર્ણય વિચાર્યા બાદ લીધો: પ્રિન્સ હેરી

હેરી અને મેગનનું આગામી સંતાન દિકરી હશે

મારા પુત્રના ઘેરા રંગને લઈને રાજવી પરિવારને સમસ્યા હતી, એક સમયે હું જીવવા પણ માંગતી ન હતી: મર્કેલ

બ્રિટનના રાજકુમાર ડ્યૂક ઓફ સસેક્સ હેરી અને તેમની પત્ની ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલનું બીજું સંતાન દિકરી હશે. આ અંગે દંપતીએ ખુલાસો કર્યો હતો. દંપતીએ ઓપરા વિનફ્રેને આપેલા ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો હતો. હેરી અને મેગનને એક દિકરો પણ છે, જે મે મહિનામાં બે વર્ષનો થશે. હેરીએ કહૃાું હતું કે, સંતાન તરીકે પહેલા એક દિકરો અને પછી એક દિકરી થવી આનાથી વધારે શું સારી વાત હોઈ શકે. હવે અમે એક પરિવાર છીએ.

હેરીએ તેમના અને મર્કેલને શાહી કર્તવ્ય છોડવાના નિર્ણય પર મહારાણીને ધક્કો પહોંચાડવાના સમાચારને નકારી કાઢ્યા હતા. અને જણાવ્યું હતું કે, ઘણી વાર વાતચીત કર્યા પછી આ નિર્ણય લીધો હતો. મેં મારા દાદીને કોઈ ઝટકો નથી આપ્યો. હું તેમની ઘણી ઈજ્જત કરું છું. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સે તેમનો ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું છે. મારા પિતા અને મારો ભાઈ પણ ફસાયેલા છે. મારા ભાઈ સાથે મારા સારા સંબંધ નથી રહૃાા.

મેગને વધુમાં ઉમેર્યું હતું કે, મને શાહી પરિવાર વિશે એટલું જ ખબર છે જેટલું મારા પતિએ મને જણાવ્યું છે. હૈરી સાથે લગ્ન કર્યા બાદ મને આત્મહત્યા જેવા વિચાર આવતા હતા. જ્યારે હું પહેલી વાર ગર્ભવતી થઈ હતી તો મારા બાળકના રંગ અંગે ઘણા પ્રશ્ર્નો ઉઠ્યા હતા. જોકે, મેગને તે વ્યક્તિનું નામ ન લીધું જેણે તેમને આવી વાત કરી હતી.

બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કેલે એક ટીવી ઇન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો છે. પ્રખ્યાત ટીવી પર્સનાલિટી ઓપરા વિનફ્રેને આપેલ ઇન્ટરવ્યૂમાં મેગને કહૃાું હતું કે રાજવી પરિવાર તેના પુત્ર આર્ચીને પ્રિન્સ બનાવવા માંગતો ન હતો, કારણ કે તેના જન્મ પહેલાં તેને ડર હતો કે તેનો રંગ શ્યામ ન હોય. આર્ચીના જન્મ પહેલાં, રાજવી પરિવારે પ્રિન્સ હેરી સાથે આ અંગે ચર્ચા કરી હતી, જે તેમના માટે તે ખૂબ પીડાદાયક હતું. જો કે, મેગને ઇન્ટરવ્યૂમાં જે વ્યક્તિને આ ડર હતો તેનું નામ જાહેર કર્યું નથી.