શાપર પાસે કારની ઠોકરે સાઇકલ ચડતા સાઇકલ ચાલકનું મોત

CYCLE-ACCIDENT-શાપર
CYCLE-ACCIDENT-શાપર

Subscribe Saurashtra Kranti here

મુળ માંગરોળ સામરડાના આધેડ શાપર રહી મજૂરી કરતા જેસીંગભાઇ કામરીયાનું મોત

શપર વેરાવળમાં રહી મજૂરી કરી ગુજરાન ચલાવતાં મુળ માંગરોળના સામરડા (માધવપુર)ના જેસીંગભાઇ ઉર્ફ જેસાભાઇ જીવાભાઇ કામરીયા (ઉ.વ.૪૫) નામના આધેડ ૨૩મીએ સાઇકલ સહિત કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ હતાં. તેમનું રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

Read About Weather here

જેસીંગભાઇ સાથે સાઇકલમાં રીબ ગામનો યુવાન રામજી મનુભાઇ મેવાડા (ઉ.વ.૨૦) પણ હતો અને તેને પણ ઇજા થઇ હતી. બંને સાઇકલમાં બેસીને જતાં હતાં ત્યારે ધરતી ગેઇટ પાસે કારના ચાલકે ઉલાળી દીધા હતાં. મૃત્‍યુ પામનાર જેસીંભાઇ પાંચ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે શાપર પોલીસને જાણ કરી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here