શહેરમાં 2 સ્થળે 3 વાહન ચોર શખ્સની ધરપકડ

શહેરમાં 2 સ્થળે 3 વાહન ચોર શખ્સની ધરપકડ
શહેરમાં 2 સ્થળે 3 વાહન ચોર શખ્સની ધરપકડ

તાલુકા પોલીસ અને ભક્તિનગર પોલીસે 2 બાઈક સહિત સાત ચોરાઉ મોબાઈલ કબજે કર્યા

મવડી ગામથી પાળ ગામ તરફનાં રસ્તેથી તાલુકા પોલીસે ચોરાઉ બાઈક અને મોબાઈલ સાથે એક શખ્સ તથા ભક્તિનગર પોલીસે નંદા હોલ પાસેથી ચોરાઉ બાઈક સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત ધરપકડ મુજબ તાલુકા પોલીસનાં પી.આઈ જે.વી.ધોળાની સુચનાથી પી.એસ.આઈ એન.ડી.ડામોર સહિતનાં સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા ત્યારે મવડીથી પાળ ગામ તરફના રસ્તા પરથી ચોરાઉ બાઈક

સાથે સંદિપ ઉર્ફે કેકડી વલ્લભ સાતડીયા (રહે. શીતળાધાર કોઠારીયા સોલવન્ટ પાછળ) નામના શખ્સને દબોચી ઓળી તેની પાસેથી એક બાઈક તથા સાત ચોરાઉ મોબાઈલ સહિત કુલ રૂ. 29500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Read About Weather here

જયારે અન્ય એક બનાવમાં ભક્તિનગર પોલીસે નંદા હોલ પાસેથી ચોરાઉ બાઈક સાથે હરેશ ઉર્ફે ખુરી ભનુ કટેશીયા (રહે. સણોસરા ગામ તા.ચોટીલા) તથા વિકેશ ઉર્ફે નાનકો વિનુ ચૌહાણ (રહે. ચોટીલા થાન રોડ) નામના બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટ મનપાના વડામથકમાં દુરઘટના ટળી
Next articleપડધરી ટોલનાકા પાસે 1 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો