શરતો સાથે મંગળવારે સવારે સરકાર સાથે બેઠક કરશે અંદોલનકારી ખેડૂતો

89

નવા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂત ૩૨ દિવસથી દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. ખેડૂત સંગઠન કાયદો પાછો લેવા માટે જીદ પર અડગ છે. તેમનું કહેવું છે કે તે કાયદામાં કોઈ પણ પ્રકારના સુધારા માટે તૈયાર નથી, સરકારે તેને પાછા લેવા પડશે. આ બધાની વચ્ચે ખેડૂત સંગઠનોએ લોકોને અપીલ કરી છે કે પીએમ જેટલો સમય આ કાર્યક્રમમાં બોલશે, તમામ તાળી-થાળી વગાડીને વિરોધ વ્યક્ત કરશો. આ પહેલા શનિવારે ખેડૂત સંગઠન સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર થયા હતા. સંયુક્ત કિસાન મોરચાએ નક્કી કર્યું હતું કે, વાતચીત ફરી શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ સરકાર સાથે મીિંટગ માટે ૨૯ ડિસેમ્બરે સવારે ૧૧ વાગ્યાનો સમય આપ્યો છે, પણ ૪ શરતો રાખી છે.

કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ ઓર્ડિનેન્સ હેઠળ સજાના પ્રોવિજન ખેડૂતો પર લાગૂ ન થાય. ઓર્ડિનેન્સમાં સુધારો કરીને નોટિફાઈ કરવામાં આવે. આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ૧૦૦મી ખેડૂત રેલવેને લીલી ઝંડી આપીને રવાના કરશે. આ કાર્ગો ટ્રેન મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ર્વિમ બંગાળના શાલીમાર જશે. આ મલ્ટી કમોડિટી ટ્રેન ફુલાવર, શિમલા મરચા, મરચા અને ડુંગળી સાથે સંતરા, દાડમ, કેળા, સફરજન વગેરે લઈને જશે.વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપી. આંદોલનથી પાછા આવેલા હોશિયારપુરના ખેડૂતનું હાર્ટઅટેક અને તલવંડી સાબોના ખેડૂતનું ઠંડીથી મોત થઈ ગયું છે.

એક મહિનાથી કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખેડૂત આંડોલનમાં ગયેલા હોશિયારપુર જિલ્લાના ગાંમ રડાના એક ખેડૂતનું ઘરે પાછા ફરતી વખતે હાર્ટઅટેકથી મોત થયું હતું. મૃતક ખેડૂતની ઓળખ ભૂપદરહ પુત્ર મોહન સિંહ તરીકે થઈ છે. તો આ તરફ તલવંડી સાબોના ગામ ભાગીવાંદરના ગુરપ્યાર સિંહનું ઠંડીના કારણે શુક્રવારે રાતે ઘરમાં મોત થયું. તે ૨૦ દિવસથી ટિકરી બોર્ડર પર સેવા આપી રહૃાાં હતા. મોરચામાં ઠંડી લાગી ગઈ હતી.ગુરુવારે હાલત ગંભીર થઈ જતા ઘરે લઈ જવાયા, જ્યાં શુક્રવાર મોડી રાતે તેમનું નિધન થઈ ગયું.