અમદાવાદ: ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર ભાઈ પટેલએ શપથ ગ્રહણ કર્યા બાદ હવે નવી સરકારના પ્રધાનમંડળની રચનાની કવાયત હાથ ધરાઇ છે. હવે કાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રધાનમંડળની શપથવિધિ યોજાશે. રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આચાર્ય તમામ પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. શપથગ્રહણ બાદ કેબિનેટની બેઠક મળશે. જેમાં નવા પ્રધાનોને ખાતાની જવાબદારી સોંપવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપવામાં આવી છે. રાતથી સંભવિત પ્રધાનોને કોલ કરવામાં આવશે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાનું મનાઇ રહ્યું છે. જ્યારે 12 જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે છે. ભૂપેન્દ્ર યાદવ તેમજ બી.એલ.સંતોષ કેન્દ્રીય મોવડીમંડળ સાથે સતત સંપર્કમાં રહી નવા પ્રધાનોની યાદી તૈયાર કરી છે.
Read Saurashtra Kranti E-Paper : Click Here
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મંગળવારે રાત્રે 11 વાગ્યા બાદ તમામ ધારાસભ્યોને પક્ષ તરફથી સૂચના અપાઈ હતી કે તેમને 10 વાગ્યે જ રાજભવન પહોંચી જવાનું છે, પરંતુ કોઈ કારણ અપાયું ન હતું. રાજભવન આવવાનું હોવાથી ત્યાં મંત્રીમંડળના શપથગ્રહણનો સમારોહ છે એ સીધી રીતે ખ્યાલ આવી જાય. જૂના મંત્રીઓએ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા છેલ્લી ઘડી સુધી લોબિંગ કર્યું હતું. જોકે છેલ્લી ઘડીએ શપથવિધિ એક દિવસ વહેલી કરવાનો નિર્ણય લેવાતાં નો-રિપીટ થિયરી લાગુ કરાય એવું પક્ષના નેતાઓ માની રહ્યા છે.
ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી હોવાથી તેમની ટીમ પણ નવા જ સભ્યોની રહેશે. અગાઉ કહેવાયું હતું કે આ મંત્રીમંડળમાં અમુક સિનિયર મંત્રીઓ રહેશે, પરંતુ એમ નથી થવા જઈ રહ્યું. તમામ મંત્રીઓ નવા જ રહેશે. અલબત્ત, ધારાસભ્ય તરીકે સિનિયર હોય તેવા મંત્રીઓ આ મંત્રીમંડળમાં ચોક્કસ રહેશે. જ્ઞાતિ અને પ્રદેશવાર સમીકરણનો એમાં ચોક્કસ ખ્યાલ રખાયો છે. આ મંત્રીમંડળમાં 22 કે 25 સભ્યોહોવાને બદલે 27 સભ્યનું પૂર્ણ કદનું મંત્રીમંડળ બને એવી શક્યતા છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here