વેસ્ટ ઈન્ડિઝ-શ્રીલંકા વચ્ચેની વન ડે મેચમાં મધમાખીઓનો હુમલો (21)

    AAM-ADAMI-PARTY
    AAM-ADAMI-PARTY

    Subscribe Saurashtra Kranti here.

    વેસ્ટ ઈન્ડિઝે આ લક્ષ્ય પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કર્યુ

    વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે રમાયેલી સિરિઝની ત્રીજી વન ડે મેચમાં વેસટ ઈન્ડિઝે શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવીને વન ડે સિરિઝ ૩-૦થી જીતી લીધી હતી.

    આ મેચમાં શ્રીલંકાએ ૨૭૪ રન બનાવ્યા હતા.જેના જવાબમાં બ્રાવોની સેન્ચુરીની મદદથી વેસટ ઈન્ડિઝે આ લક્ષ્ય પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કર્યુ હતુ.જોકે આ મેચ દરમિયાન ચર્ચાનો વિષય મધમાખીઓનો હુમલો રહૃાો હતો.

    શ્રીલંકાની ઈનીંગની ૩૮મી ઓવર ચાલી રહી હતી ત્યારે મધમાખીઓનુ એક ઝુંડ મેદાન પર ધસી આવ્યુ હતુ.જેના પગલે ખેલાડીઓ અને અમ્પાયરોએ મેદાન પર સુઈ જઈને પોતાનો બચાવ કરવો પડ્યો હતો.

    Read About Weather here

    મેદાન પર જેવી મધમાખીઓની એન્ટ્રી થઈ હતી કે, તરત ફિલ્ડીંગ ભરી રહેલા વેસટ ઈન્ડિઝના ખેલાડીઓ પોતાની જગ્યા પર જ સુઈ ગયા હતા.જોકે મધમાખીઓના હુમલામાં ખેલાડીઓનો આબાદ બચાવ થયો હતો.કોઈ ખેલાડીને મધમાખી કરડી હોય તેવા અહેવાલ મળ્યા નથી. શ્રીલંકા અને વેસટ ઈન્ડિઝ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝમાં વન ડે સિરિઝ રમાઈ રહી છે.વેસટ ઈન્ડિઝે ઘરઆંગણે રમાતી સિરિઝ જીતી લીધી છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here