ભારતમાં જે લઘુમતિઓ છે તેમની નાગરિકતા ઉપર આ કાયદાના કારણે કોઇ અસર થશે નહીં
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પશ્ચિમ બંગાળના ઠાકુરનગરમાં એક રેલીને . સંબોધન દરમિયાન કહ્યું કે કોરોના રસીકરણ પુરુ થયા બાદ નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) અંગતર્ગત શરણાર્થીઓને નાગરિકતા આપવાની શરુઆત થશે તેમણે કહ્યું કે વિપક્ષ દ્વારા સીએએ અંગે લઘુમતિઓને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. ભારતમાં જે લઘુમતિઓ છે તેમની નાગરિકતા ઉપર આ કાયદાના કારણે કોઇ અસર થશે નહીં.મતુઆ સમુદાયની બહુમતિવાળા વિસ્તારમાં રેલીને સંબોધન કરતા અમિતભાઈ શાહે કહ્યું કે અમે સીએએ લઇને આવ્યા અને વચમાં કોરોના આવી ગયો. મમતા દીદી કહેવા માંડ્યા કે આ ખોટું વચન છે. અમે જો કહે છીએ તે કરીને બતાવીએ છીએ. જેવું કોરોના રસીકરણ પુરુ થશે, કોરોનાથી મુક્તિ મળશે તમને બધાને નાગરિકતા આપવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવશે. અમિત ભાઈ શાહે કહ્યું કે હવે મમતા બેનર્જી સીએએ લાગુ કરવાનો વિરોધ નહીં કરી શકે, કારણ કે ચૂંટણી બાદ તેઓ મુખ્યમંત્રી નહીં હોય. અમિતભાઈ શાહે આગળ કહ્યું કે મોદી સરકારે 2018માં વચન આપ્યું હતું કે તેઓ નવો નાગરિકતા કાયદો લાવશે અને 2019માં સત્તામાં આવ્યા બાદ પોતાના વચનને પુરુ કર્યુ છે.