વિશ્વના 15 દેશોમાં મહત્વની જગ્યાઓ પર ભારતીયો

47
Saurashtra Kranti logo
saurashtra kranti logo

કાબેલીયત અને કુશળતાને કારણે હોદ્દાઓની પ્રાપ્તી, ભારતીયો અન્ય દેશોના 58 કરોડ લોકોના પ્રતિનિધિ

પોતાની કાબેલીયત, કુશળતા, શિક્ષણ અને રાજનીતિની સમજને કારણે વિશ્ર્વાના 15 જેટલા દેશોમાં અત્યારે મહત્વના હોદ્ાઓ 200 ભારતીયો મહાનુભાવો શોભાવી રહયા છે. જે અન્ય દેશોના 58 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરવા સમાન સિધ્ધી છે. ભારતમાંથી અન્ય દેશોમાં જઇને વસેલા ભારતીયો એ બીજા દેશોની સરકારોમાં મહત્વના સ્થાન મેળવીને ભારતનું ગૌરવ વધાર્યુ છે અને વટ રાખ્યો છે. આ 15 દેશોમાં મુખ્ય અમેરીકા અને બ્રીટન છે. આ બે દેશમાં કેબીનેટ કક્ષાના હોદ્દા પર 60 ભારતીયો છે.

તેમ અમેરીકા સ્થિત એક સંસ્થાનો અહેવાલ જણાવે છે. મોટાભાગના ભારતીયો એ દેશોની સરકારોમાં બીરાજમાન છે. અમેરીકામાં એક ભારતીય મહિલા ઉપરાષ્ટ્રપતિ બને એ કોઇ નાની મોટી સિધ્ધી નથી. સીલીકોન રેલીના જાણીતા ભારતીય રોકાણકાર અને ભારતીય વસાહતી સંસ્થાના સ્થાપક રંગા સ્વામીએ જણાવ્યું હતું કે, આ નેતાઓ અહીં વસ્તી ભાવી ભારતીય પેઢી માટે એક અનોખો વારસો સર્જી રહયા છે અને એમનું નેતૃત્વ અહીં માત્ર ભારતીયો પુરતુ સીમીત રહયું નથી બલકે અન્ય સમાજો અને મતદાર વર્ગ પર એમના નેતૃત્વના દાયરામાં સામેલ છે. એ ખુબ જ ગૌરવની વાત છે.

ઓસ્ટેલીયા, કેનેડા, સીંગાપોર, દક્ષિણ આફરીકા, યુ.એ.ઇ., યુ.કે., અમેરીકા જેવા દેશોમાં ભારતીયો સાંસદ તરીકે છે, રાષ્ટ્રીય બેંકોના વડા પણ છે અને ત્યાંની સરકારોમાં અધિકારી પદે પણ છે. દેશોમાં અત્યારે 3 કરોડ 20 લાખ જેટલા મુળ ભારતીયો વસી રહયા છે અને ભારતની શાન વધારી રહયા છે.