વિદેશી સંસ્થાઓની અપેક્ષિત નફારૂપી વેચવાલીમાં ભારતીય શેરબજાર કડડભૂસ..!!

55

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા ભારતીય શેરબજારોમાં ગત સપ્તાહે સતત ખરીદી ચાલુ રાખીને રોજબરોજ શેરોમાં જંગી ખરીદી કરી સેન્સેક્સ-નિફટીને નવા શિખરે નવી વિક્રમી ઊંચાઈએ લાવી દૃીધા હતા.કોરોનાના સંક્રમણમાં થઈ રહેલા વધારા વચ્ચે અને બ્રિટન અને યુરોપના દેશોમાં ફરી કરવામાં આવેલ લોકડાઉન અને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા ૧,જાન્યુઆરી ૨૦૨૦થી શેરોના કેશ સેગ્મેન્ટ અને ઈક્વિટી ફયુચર્સ સેગ્મેન્ટમાં ટ્રાન્ઝેકશન ચાર્જિસમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે જેની વિપરીત અસર અને પ્રવર્તમાન વિપરીત આર્થિક વૃદ્ધિના આંકડા, ભારતમાં વધતી જતી બેરોજગારી સાથે વેરા એક્ત્રિકરણમાં પણ ઘટાડો નોંધાતાં અને નિકાસ મોરચે પરિસ્થિતિ કથળી રહી હોઈ એક તરફ આર્થિક ચિંતા અને બીજી તરફ કેન્દ્રિય બજેટ માટેની તૈયારી ધ્યાને લઇ બીએસઈ પર સેન્સેક્ષમાં અંદૃાજીત ૨૧૩૨ પોઈન્ટ અને નિટી માં વધ્યા મથાળેથી અંદૃાજીત ૬૩૦ પોઈન્ટ નો અપેક્ષિત કડાકો નોંધાયેલ હતો.

મિત્રો, અતિનો અતિરેક ન હોય એમ હવે તેજીનો પણ અતિરેક થઈ રહૃાાનું સ્પષ્ટ જણાઈ રહૃાું છે.અગાઉ ફેબ્રુઆરી-માર્ચ માસમાં મંદીનો અતિરેક થયા બાદૃ શેરોના ભાવો જાણે કે શૂન્ય થઈ જશે એવો બિહામણો માહોલ ઊભો કરી દેવાયો હતો એ પ્રકારે હવે તેજીના બજારમાં પણ મનફાવે એ ભાવે શેરો ખરીદૃવાની હોડ ચાલી નીકળી હતી જે તેજીનો હવે અતિરેક થઈ રહૃાો હતો.

અગાઉ અહીંથી જણાવેલ માહિતી મુજબ કંપનીઓના ફંડામેન્ટલને ધ્યાનમાં લીધા વિના ઈન્વેસ્ટરો તેજીના પ્રવાહમાં તણાવા લાગ્યા છે. મારા મતે વેક્સિનેશનની શરૂઆત સાથે શકય છે કે નેગેટીવ પરિબળોના ડોરમાં ભારતીય શેરબજારમાં જોવાઈ રહેલી અવિરત રેકોર્ડ તેજીનો પણ અંત લાવીને ફોરેન ફંડો ભારતીય શેરબજારોમાંથી નફારૂપી વેચવાલી ચાલુ કરી દેશે જે આજે ઉછાળે તેજી કરી મંદીનું તાંડવ જોવા મળ્યું હતું.

તેજીના તોફાન બાદૃ કડાકાની તીવ્રતા પણ એવી જ હશે જેથી તેજીના વર્તમાન તોફાની દૃોરમાં આવનારા દિવસોમાં નિશ્ર્ચિત વાવાઝોડાની અગમચેતી જોઈને શેરોમાં નફો બુક કરવો હિતાવહ રહેશે એ મુજબ કોઈપણ ને સ્વપ્નેય ખ્યાલ ના રહૃાો અને બજારે શરૂઆતી ઉછાળો નોંધાવી દરેક ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાવાની શક્યતાઓ ખરા અર્થમાં સાબિત કરી મૂકી ત્યારે મિત્રો હાલ સાવધાનીપૂર્વક ટૂંકાગાળાનો નફો બુક કરી લેવો શાણપણ છે.