વિદેશમંત્રી પોમ્પિયોને ભારતના ખેડૂત આંદોલનમાં દખલ દેવા ચિઠ્ઠી લખી

57
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

અમેરિકાના સાત સાંસદોએ

અમેરિકાના સાત સાંસદોએ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને ચિઠ્ઠી લખી છે. પત્રમાં પોમ્પિયોને અપીલ કરવામાં આવી છે કે, ખેડૂત આંદોલન મુદ્દે ભારત સરકાર સાથે વાતચીત કરવી જોઈએ. પત્ર લખનારમાં ભારતીય મૂળના સાંસદ પ્રમિલા જયપાલ પણ સામેલ છે. જયપાલ સિવાય આ લેટર પર ડોનાલ્ડ નોરક્રોસ, બ્રેંડન એપ બોયલ, બ્રાયન ફિટ્જપેટ્રિક, મેરી ગે સ્કૈનલન, ડેબી ડીંગલ અને ડેવિડ ટ્રોનના સાઈન છે.

જોકે ભારત વિદૃેશી નેતાઓના ખેડૂત આંદૃોલન પર નિવેદૃનોને નકારીને તેમને આંતરિક મુદ્દાઓમાં દખલ ન દેવા કહી ચૂક્યા છે.આ પહેલાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું.

પોમ્પિયોને લખેલા પત્રમાં અમેરિકન સાંસદૃોએ કહૃાું કે, આ આંદોલનના કારણે ઘણાં ભારતીયો પ્રભાવિત થઈ રહૃાા છે. તેનું કારણ એ છે કે, તેમના સંબંધીઓ પંજાબ અથવા ભારતના અન્ય હિસ્સામાં રહે છે. તેથી તમે તમારા ભારતીય સમકક્ષ (વિદેશ મંત્રી એસ જયશંકર) સામે આ મુદ્દો ઉઠાવો. સાંસદૃોએ આ પત્ર ૨૩ ડિસેમ્બરે લખ્યો હતો.

સાંસદૃોએ કહૃાું કે, બંધારણીય પદૃ પર હોવાથી અમે ભારત સરકારની નેશનલ પોલિસી નિર્ધારણના અધિકારોનું સન્માન કરીએ છીએ. અમે ભારત અને વિદેશોમાં તે લોકોના અધિકારોનો પણ સ્વીકાર કરીએ છીએ જે અત્યારે કૃષિ કાયદાના વિરોધનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહૃાા છે. કારણકે તેઓને આ કાયદાથી આર્થિક નુકસાનનો ભય છે.