વિજય હજારે ટ્રોફી: શાર્દુલે ૫૭ બોલમાં ૯૨ રન ફટકાર્યા

આઇપીએલની ઠીક પહેલા ચેન્નાઇ સુપર કીંગ્સના ઓલરાઉન્ડર અને હાલ વિજય હજારે ટ્રૉફીમાં મુંબઇ તરફથી રમી રહેલા શાર્દુલે ઠાકુરે ધમાકો કરી દીધો છે. શાર્દુલે ઠાકુરે જયપુરના સવાઇ માનિંસહ સ્ટેડિયમમાં રમાયેલી વિજય હજારે ટ્રૉફીના એલીટ ગૃપ ડી મેચમાં જોરદાર પ્રદર્શન કર્યુ. શાર્દુલે ૫૭ બૉલમાં ૯૨ રન ફટકારીને પોતાની ટીમ મુંબઇને શાનદાર જીત અપાવી દીધી. આ મેચમાં મુંબઇએ હિમાચલ પ્રદેશને ૨૦૦ રનોથી હરાવી દીધુ.

શાર્દુલે ઠાકુરે ૫૭ બૉલમાં ૬ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૯૨ રન બનાવ્યા. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે ૭૫ બૉલ પરમાં ૧૫ ચોગ્ગાના સહારે ૯૧ રન અને આદિત્ય તારેએ ૯૮ બૉલ પર ૬ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૮૩ રન બનાવ્યા હતા. આ ખેલાડીઓની મદદથી મુંબઇની ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટ પર ૩૨૧ રન બનાવ્યા. મુંબઇએ ટૉસ જીતીને પહેલા બેિંટગ કરવાનો ફેંસલો કર્યો હતો.


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હિમાચલ પ્રદેશની ટીમ ૨૪.૧ ઓવર રમી શકી, આ દરમિયાન માત્ર ૧૨૧ રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. મુંબઇની આ સતત પાંચમી જીત છે, અને તે ૨૦ પૉઇન્ટની સાથે ગૃપ ડીમાં ટૉપ પર પહોંચી ગઇ છે.