ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યપ્રધાનો સાથે મોદીનું મનોમંથન; ગુજરાતનાં વિકાસનું ભવ્ય પ્રેઝેન્ટેશન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ; બનારસ રેલવે એન્જિન વર્કસ ભવનનાં કિર્તીકક્ષમાં અગત્યની બેઠક
વારાણસી તીર્થ સ્થાનના પોતાના પ્રવાસનાં બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિકાસ માટે કાશીનું મોડેલ અપનાવવા ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યપ્રધાનોને આહવાન કર્યું હતું.
જુના શહેરોનાં મૂળ સ્વરૂપને યથાવત રાખીને તેને કઈ રીતે આધુનિક અને સુવિધા સંપન્ન બનાવી શકાય એ માટે કાશી અને અયોધ્યાનો અભ્યાસ કરવા અને તેના વિકાસને અનુસરવા વડાપ્રધાને મુખ્યમંત્રીઓને સલાહ આપી હતી.
Read Local News / Articles : Saurashtra , Gujarat
વારાણસીનાં રેલવે એન્જિન વર્કસ ભવનનાં કિર્તીકક્ષમાં વડાપ્રધાન અને ભાજપનાં મુખ્યમંત્રીઓ વચ્ચે શરૂ થયેલી બેઠકમાં વિકાસ અંગે ઊંડું મનોમંથન કરવામાં આવી રહ્યું છે. આ બેઠક 4 કલાક સુધી ચાલશે. વડાપ્રધાને અનુરોધ કર્યો હતો કે, કાશીનાં વિકાસને જોઈ તેનો પોતાના રાજ્યોમાં ઉપયોગ કરવો જોઈએ અને પ્રચાર-પ્રસાર કરવો જોઈએ.
આ બેઠકમાં યુ.પી, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉતરાખંડ, આસામ, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મણીપુર, ત્રિપુરા, બિહાર અને નાગાલેન્ડનાં મુખ્યમંત્રીઓ પણ ભાગ લઇ રહ્યા છે. બેઠકનો ચોક્કસ એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી. પણ ભાજપ શાસન ધરાવતા રાજ્યોમાં વિકાસનાં પ્રોજેક્ટ આગળ વધારવા પર સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.
પાંચ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીઓ અંગે પણ વ્યૂહરચના ઘટવામાં આવનાર છે. જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ મનોજ સિન્હા પણ વારાણસી પહોંચ્યા છે, પણ બેઠકમાં હાજરી આપનાર નથી. વડાપ્રધાન માત્ર ભાજપ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે.
આ બેઠક બાદ વડાપ્રધાન મોદી અને યુ.પી. નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રૂવરવેદ મહામંદિર ધામમાં વિહંગમ યોગનાં વાર્ષિક ઉત્સવમાં સામીલ થશે. મોદી એક જાહેરસભાને પણ સંબોધન કરશે. સોમવારે પણ વડાપ્રધાને સ્વામી વિવેકાનંદ ક્રુઝ પર મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ઊંડો વિચાર-વિમર્શ કર્યો હતો.
Read About Weather here
આજે કર્ણાટકનાં મુખ્યમંત્રી બસવરાજ બમાઈ અને ઉતરાખંડનાં સીએમ પુષ્કરસિંહ ધામીએ કાશીવિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા હતા અને પૂજા પાઠ કર્યા હતા. બંનેએ નવ રચિત કાશી કોરીડોર અદ્દભુત ગણાવી દર્શાવ્યું હતું કે, વડાપ્રધાને ઐતિહાસિક દિવસની ભેટ ધરી છે. ધાર્મિક પર્યટનને ખૂબ જ પ્રોત્સાહન મળશે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here