વાહનો પર કલર-કોડેડ સ્ટિકર સિસ્ટમ બંધ !

352
વાહનો પર કલર-કોડેડ સ્ટિકર
વાહનો પર કલર-કોડેડ સ્ટિકર

જોકે રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) સંજય પાંડેએ શુક્રવારે રાજ્યમાં ઇમરજન્સી અને એસેન્શિયલ સર્વિસીસના તમામ વાહનો માટે ઇ-પાસ સિસ્ટમ ફરી શરૂ કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને લઇ કટોકટી અને જીવનજરૂરી સેવાઓ સાથે સંકળાયેલાં વાહનોની અવરજવર અવરોધ વિના થઇ શકે એ માટે મુંબઈ પોલીસે રજૂ કરેલી વાહનો પર કલર-કોડેડ સ્ટિકર સિસ્ટમ હવે બંધ કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

આંતરરાજ્ય અને આંતરજિલ્લામાં અવરજવર માટે શુક્રવારે ઇ-પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી હોવાથી કલર-કોડેડ સ્ટિકર સિસ્ટમ બંધ કરવામાં આવી છે. બે સિસ્ટમ સાગમટે ચાલતી હોવાથી મૂંઝવણ ઊભી થતાં કેટલાક નાગરિકોએ વિરોધ કર્યો હતો. આથી શુક્રવારે રાતે કલર-કોડેડ સ્ટિકર સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઓપરેશન્સ) દ્વારા આ અંગેનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.

કોવિડ-૧૯ના ફેલાવાને રોકવા માટે મુંબઈમાં સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયો છે. ગયા સપ્તાહે કલર-કોડેડ સ્ટિકર સિસ્ટમ રજૂ કરાઇ હતી. મેડિકલ સ્ટાફ, ડોક્ટરો અને મેડિકલ ઇક્વિપમેન્ટસનું વહન કરતા વાહનો માટે લાલ રંગના સ્ટિકર, તો શાકભાજી, કરિયાણું, બેકરી અને ખાદ્યપદાર્થનું વહન કરતા વાહનો માટે લીલા રંગના સ્ટિકર, જ્યારે સરકારી કર્મચારીઓ, વીજ, ટેલિફોન, પ્રેસ અને અન્ય જીવનજરૂરી સેવાઓ આપતા કર્મચારીઓ માટે પીળા સ્ટિકરની સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી.

Read About Weather here

પોલીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે મુંબઈગરાઓ, લાલ, પીળા અને લીલા રંગના સ્ટિકરની સિસ્ટમ બંધ કરવામાં આવી છે. કોરોનાકાળમાં અમારી પડખે રહો. બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળો, ઘરમાં સુરક્ષિત રહો.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here