Subscribe Saurashtra Kranti here.
વાયુસેના માટે મિગ-૨૧ ક્રેશ થવાની ઘટના નવી નથી
ભારતીય વાયુસેનાનુ વધુ એક મિગ-૨૧ વિમાન દૃુર્ઘટનાગ્રસ્ત થયુ છે અને વધુ એક જાંબાઝ પાયલોટે પોતાનો જીવ ગુમાવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે મધ્ય ભારતના એક એરબેઝ પરથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાન ભર્યા બાદ મિગ-૨૧ વિમાન ક્રેશ થયુ હતુ અને તેમાં ગ્રૂપ કેપ્ટન એ ગુપ્તા શહીદ થયા છે.વાયુ-સેનાએ દૃુર્ઘટનાની તપાસ માટે આદેશ આપી દીધો છે.
ભારતીય વાયુ સેના માટે મિગ-૨૧ ક્રેશ થવાની ઘટના નવી નથી.આ પહેલા પણ ડઝનબંધ મિગ વિમાનો ક્રેશ થઈ ચુક્યા છે. વાયુ-સેના આ દૃુર્ઘટના બાદ કહૃાુ હતુ કે, ભારતીય વાયુ-સેના ગ્રૂપ કેપ્ટન એ ગુપ્તાના પરિવાર સાથે મજબૂતીથી ઉભી છે અને તેમના શહીદ થવા પર વાયુ સેના સંવેદના વ્યક્ત કરે છે.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનામાં મિગ -૨૧ વિમાનો ૧૯૬૧માં સામેલ કરાયા હતા.લાંબો સમય સુધી વાયુ-સેના માટે કરોડરજ્જુ બની રહેલા આ વિમાનો જેમ જેમ જુના થઈ રહૃાા છે તેમ તેમ તેના તુટી પડવાની ઘટનાઓ વધી રહી છે પણ વિમાનોની ખોટ અનુભવી રહેલી વાયુસેના માટે આ મિગ-૨૧ વિમાનોને એક સાથે રિટાયર કરવુ શક્ય નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here