મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મજલગાંવ ગામમાં છેલ્લા એક મહિનામાં વાનરો દ્વારા અંદાજે ૨૫૦ જેટલાં શ્વાનોને મારી નાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મજલગાંવ અને લાઉલ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
અહીં વાનરોમાં બદલાની એવી ભાવના જોવા મળી છે કે, જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. અહીંના ગામમાં શ્વાનોએ વાનરના બચ્ચાને મારી નાખતાં વાનરો વિફર્યા હતા અને હવે
તેઓ એક બાદ એક શ્વાનોને ઊંચાઈએથી ફેંકીને મોતને ઘાટ ઉતાર્યા છે. અને હવે વાનરોના નિશાના પર મનુષ્યો પર આવી રહ્યા છે. જે બાદ ગ્રામજનો દ્વારા વન વિભાગની મદદ માગવામાં આવી રહી છે.
વાનરો શ્વાનને પહેલાં પકડી પાડે છે અને બાદમાં તેઓને ઊંચાઈવાળી જગ્યાઓએ લઈ જઈને ત્યાંથી નીચે ફેંકી દે છે, જેને કારણે શ્વાનોના કરુણ મોત નિપજે છે. એટલું જ નહીં પણ મજલગાંવથી ૧૦ કિમી દૂર લાઉલ ગામમાં પણ વાનરોની એક બાદ એક શ્વાનોને મોતને દ્યાટ ઉતારવામાં આવી રહ્યા છે.
અને લવુલ ગામમાં આજે એવી સ્થિતિ છે કે, ગામની ગલીઓમાં એકપણ શ્વાન જોવા મળી રહ્યું નથી. જે બાદ વાનરો દ્વારા શ્વાનોના બચ્ચાને પકડી લેવામાં આવે છે અને બાદમાં તેને ઊંચાઈવાળી જગ્યા જેમ કે બિલ્ડિંગ અને ઝાડ પરથી નીચે ફેંકી દે છે.
Read About Weather here
સ્થાનિકોના જણાવ્યા અનુસાર વાનરો શ્વાનો સાથે બદલો લઈ રહ્યા છે. આ બદલાની શરૂઆત ત્યારે થઈ જયારે શ્વાનોનાં ટોળાંએ વાનરના બચ્ચાને મારી નાખ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here