વડોદરામાં દારુની મહેફિલ માણસા 6 નબીરાને પોલીસે ઝડપી પાડ્યા

10
DARU-VADODARA
DARU-VADODARA

વડોદરામાં દારુની મહેફિલ

પોલીસે દારુની મહેફિલ સહીત બોટલ સહિત ૩.૧૦ લાખની મત્તા જપ્ત કરી

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા જય અંબે ગરબા ગ્રાઉન્ડમાં કુંડાળું વળીને દારુ ની મહેફિલ માણતા ૬ નબીરાઓને પાણીગેટ પોલીસે ઝડપી પાડીને ૩.૧૦ લાખની મત્તા કબજે કરી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

પાણીગેટ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે જય અંબે ગરબા ગ્રાઉન્ડમાં કેટલાક વ્યક્તિઓ ટુ વ્હીલર વાહનો પાર્ક કરીને દારુની મહેફિલ માણી રહૃાા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને દારુની મહેફિલ માણી રહેલા સત્યમ હરેશભાઇ પટેલ(રહે, સુરભી સોસાયટી, વાઘોડિયા રોડ ), કૃણાલ કમલેશભાઇ ચૌહાણ(રહે, રેવા પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ), પ્રિયંક કમલેશભાઈ ચૌહાણ(રહે, રેવા પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ) સંતોષ શાંતારામ શાણે (રહે, વિજયનગર, હરણી રોડ), કવન પ્રશાંતભાઈ મહેતા (રહે, શ્રીનાથ વિહાર સોસાયટી, વાઘોડિયા રોડ) અને કૃણાલ જીતેન્દ્રભાઈ કડુ (રહે, વિજયનગર, હરણી રોડ)ને ઝડપી પાડ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસે દારુની બોટલ, પાણીની બોટલ, પ્લાસ્ટિકના ડિસ્પોઝલ ગ્લાસ, નમકીન, ચાર ટુ-વ્હીલર અને ૬ નંગ મોબાઇલ ફોન મળીને ૩.૧૦ લાખ રૂપિયાની મત્તા કબજે કરી કરી હતી અને તમામ આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here