વડાપ્રધાન ૨૬ માર્ચે બાંગ્લાદેશના પ્રવાસ સાથે વિદેશ યાત્રાઓ શરૂ કરશે

15

કોરોનાના કારણે રાષ્ટ્ર પ્રમુખોના વિદેશ પ્રવાસો પર જે રોક લાગી હતી તે હવે પૂર્ણ થવાના સંકેતો મળી રહૃાા છે. આ મહિનાની ૨૬ તારીખે બાંગ્લાદેશના પ્રવાસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ શરૂ થઈ જશે. ૨૦૨૧ના મે મહિનામાં પીએમ મોદીની યુરોપીય સંઘની યાત્રાને લઈને પણ વિદેશ મંત્રાલયમાં તૈયારીઓ ચાલી રહી છે.

યુરોપીય સંઘની યાત્રાના થોડા સમય બાદ જૂન ૨૦૨૧માં વડાપ્રધાન મોદી -૭ દેશની બેઠકમાં સહભાગી બનવા બ્રિટન જાય તેવી શક્યતા છે. યુરોપીય સંઘ અને બ્રિટનની યાત્રા દરમિયાન વડાપ્રધાન અન્ય કેટલાક દેશોને પોતાના રૂટમાં સામેલ કરી શકે છે.

આ સાથે જ કેટલાક વિદેશી મહેમાનોના ભારત આગમનને લઈને પણ ગંભીર વિમર્શ ચાલી રહૃાા છે. તેમાં સૌથી પહેલા જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા અને રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારત આવવાને લઈ ભારતીય વિદેશ મંત્રાલય જાપાન અને રૂસના વિદેશ મંત્રાલયોના સંપર્કમાં છે.

Previous articleમોદીની તસવીરો-હોર્ડિંગ્સ દૂર કરવાનો પેટ્રોલ પમ્પ્સને આદેશ
Next articleછ કરોડ કર્મચારીઓને રાહત: EPFOએ વ્યાજદર યથાવત્ રાખ્યો