વડાપ્રધાન મોદી : મનરેગાનો એક એક પૈસો પાણી બચાવવાના કામમાં આવે

14
કેબિનેટ-PLI
કેબિનેટ-PLI

Subscribe Saurashtra Kranti here

વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેચ ધ રેન અભિયાન શરૂ કરાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્ર્વ જળ દિવસ પર જળશક્તિ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનને ’કેચ ધ રેન’ નામ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ વીડિયો-કોન્ફરન્સ દ્વારા એની શરૂઆત કરી હતી. મોદીએ સંબોધન કરતાં કહૃાું હતું કે મનરેગાના નાણાં અન્ય ક્યાંય ન જવા જોઈએ. તેનો એક એક પૈસો પાણી બચાવવાના કામમાં આવવો જોઈએ.

વૉટર મેનેજમેન્ટ બાબતે દાયકાઓ પહેલા જ આ દિશામાં ઘણું કરવાની જરૂર હતી, જેમ-જેમ વિકાસ તરફ આગળ વધી રહૃાા છીએ, સામે તેવી જ રીતે જળસંકટ પણ વધી રહૃાું છે : વડાપ્રધાન

આ દરમિયાન તેમણે કહૃાું, ’પાણી જીવનની અર્થ વ્યવસ્થાનાં તમામ પાસાં માટે ખૂબ જ જરૂરી છે. આજે જ્યારે આપણે ઝડપી વિકાસની વાતો કરી રહૃાા છીએ ત્યારે આ અસરકારક વોટર મેનેજમેન્ટ વિના શક્ય નથી. ભારતના આત્મનિર્ભરતાનું વિઝન વોટર કેનેક્ટિવિટી પર આધારિત છે. આપણે દાયકાઓ પહેલાં જ આ દિશામાં ઘણુંબધું કરવાની જરૂર હતી.’

વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે મને ખુશી છે કે જળ શક્તિ પ્રત્યે લોકોમાં જાગૃતતા વધી રહી છે. સમગ્ર દૃુનિયા આજે જળના મહત્વ પર પ્રકાશ પાડવા માટે ઇન્ટરનેશનલ વોટર ડે મનાવી રહી છે. અમે બે મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય માટે અહીં ભેગા થયા છીએ. દૃુનિયાની સામે ઉદાહરણ રજૂ થાઉં અને ભારતમાં પાણીની મુશ્કેલીઓ દૃૂર થાય, એટલા માટે કેન-બેતવા લિક્ધ માટે મોટા પગલાં ભરવામાં આવ્યા છે.

અટલજીએ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની પાણીની મુશ્કેલીઓને દૃૂર કરવા માટે જે સપનું જોયું હતું, તેને પૂર્ણ કરવામાં આવી રહૃાું છે. આજે જો કોરોના ન હોત અને અમે જો ઝાંસી બુંદેલખંડમાં આવીને અહીં ઉદ્દઘાટન કરત,તો તેમાં લાખો લોકો આવત. આ આટલું મહત્વપૂર્ણ કામ થઈ રહૃાું છે.

વડાપ્રધાન મોદીએ કહૃાું હતું કે આપણે લોકોની ભાગીદારીથી પાણીને બચાવવાની પહેલ કરીશું, તો એ મુશ્કેલ નહીં લાગે, પરંતુ પાણી રૂપિયા કરતાં પણ વધુ કિંમતી લાગશે. આ કામ દાયકાઓ પહેલાં થવું જોઈતું હતું, પરંતુ ન થયું. ભારત જેમ-જેમ વિકાસ તરફ આગળ વધી રહૃાું છે, સામે તેવી જ રીતે જળસંકટ પણ વધી રહૃાું છે. માટે આપણે આ વખતે પાણી બચાવવા આપણે કોઈ કસર છોડવી નથી.

આપની જવાબદારી છે કે આપણે આવનારી પેઢીને પાણી આપીને જવાનું છે. પાણીથી પવિત્રતા રાખીશું. આ વર્તમાન પેઢીની જવાબદારી છે કે આવનારી પેઢી માટે અત્યારથી જ જવાબદારી નિભાવી. આપણે ભવિષ્યની મુશ્કેલીઓનું અત્યારથી જ સમાધાન શોધવાનું છે. છેલ્લા ૬ વર્ષથી આ દિશામાં અનેક પગલાં ભરવામાં આવ્યા છે. પર ડ્રોપ, મોર ક્રોપ, અટલ જળ યોજના, નમામી ગંગા જેવા પ્રોજેક્ટ્સ પર ઝડપથી કામ થઈ રહૃાું છે. ભારત વરસાદી પાણીનું જેટલું સારું સંચાલન કરશે, તેટલો ભૂગર્ભ જળ પરનો આધાર ઓછો રહેશે.

Read About Weather here

ચોમાસાને હજી વાર છે, તેથી હવે પૂર જોશમાં પાણી બચાવવાની તૈયારી કરવી પડશે. ટાંકી, તળાવો અને કુવાઓ સાફ કરવા જોઈએ. જો વરસાદના પાણીના માર્ગમાં કોઈ અવરોધ આવે તો દૃૂર કરવાનો છે. આ માટે કોઈ મોટી ઇજનેરીની જરૂર નથી. ગામના લોકો જાણે છે કે આ ખૂબ સારી રીતે કેવી રીતે કરવું, ફક્ત કોઈ તેમને બતાવવા માટે જઇ રહૃાા છે, તેઓ તે કરશે. પાણી સંબંધિત જે તૈયારીઓ કરવાની છે,

મનરેગાના નાણાં અન્ય ક્યાંય જવા ન જોઈએ. આમાં તમામ નાગરિકોનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ અભિયાન ચોમાસાની શરૂઆત પહેલાં અને એ પૂરું થાય એ દરમિયાન ૩૦ માર્ચથી ૩૦ નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. તળિયા સ્તરે જળસંચયમાં લોકોની ભાગીદારી માટેનું આ અભિયાન જનઆંદોલન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. એનો હેતુ વરસાદના પાણીને બચાવવા અને સંરક્ષિત કરવા લોકોને આગળ લાવવાનો છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here