વડાપ્રધાન મોદી બંગાળમાં ૨૦, આસામમાં ૬ ચૂંટણી રેલી કરશે

17

નડ્ડા અને શાહ ૫૦-૫૦ રેલી કરશે

ચૂંટણી રાજ્યોમાં પ્રચારને લઈને ભાજપના દિગ્ગજોએ કમર કસી લીધી છે. સૂત્રો અનુસાર બંગાળ અને આસામ ચૂંટમીમાં પીએમ મોદીની ધમધોકાર રેલીઓ થશે. પીએમ મોદી બંગાલમાં ૨૦ રેલી કરશે જ્યારે પાડોશી રાજ્ય આસામમાં પીએમની ૬ રેલીઓ થશે. બંગાળ યૂનિટની તરફથી પીએમ મોદીની ૨૫-૩૦ રેલી કરવાની માગ કરવામાં આવી હતી પરંતુ હાલમાં ૨૦ રેલીને મંજૂરી આપવામાં આવી છે.

રેલીઓની શરૂઆત ૭ માર્ચથી કોલકાતાનાં બ્રિગેડ મેદાન પર રેલીથી થશે. અન્ય રેલીઓ માટે પણ હાલમાં સ્થળ અને સમય નક્કી નથી. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા બંગાળમાં ૫૦-૫૦ રેલીઓને સંબોધિત કરશે. જણાવીએ કે, હાલમાં કોંગ્રેસ અને લેટની બ્રિગેડ રેલી મેદાનમાં મોટી રેલી થઈ હતી. આ રેલીમાં આવેલ ભીડે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

બંગાળમાં પ્રથમ વખત ભગવો લહેરાવા માટે ભાજપે કમર કસી લીધી છે. આજે યોગી માલદા જઈ રહૃાા છે તો રવિવારે પીએમ કોલકાતામાં મોટી રેલી કરવાના છે. સાત માર્ચથી પીએમ કોલકાતામાં બ્રિગેડ ગ્રાઉન્ડમાં મોટી રેલી કરશે. ભાજપ આ રેલી દ્વારા સમગ્ર રાજ્યમાં પોતાના મેસેજ પહોંચાડવા માગે છે.

ભાજપના નેતા અને કાર્યકર્તા આ રેલીને સુપરહિટ બનાવવામાં લાગી ગયા છે. ભાજપનો ટાર્ગેટ બ્રિેગડ ગ્રાઉન્ડમાં અંદાજે ૧૦ લાખ લોકોને લાવવાનો છે. ભાજપ આ રેલીને સફળ બનાવવા માટે ડોર ટૂ ડોર કેમ્પેન ચલાવી રહૃાા છે. જણાવીએ કે, બંગાળમાં જાણીતું છે કે જેનું બ્રિગેડ ગ્રાઉન્ડ એનું જ બંગાળ.

Previous articleજયશંકરની ચૂંટણી અંગે સુપ્રીમમાં સુનાવણી મોકૂફ
Next articleઅંકલેશ્ર્વર જીઆઈડીસીની જેની ફેબ્રિક કંપનીમાં ચોરી કરનારા આરોપીઓ ઝબ્બે