વડાપ્રધાન મોદીનું ઓસ્ટ્રિયા ઉષ્માભેર સ્વાગત કરાયું : બન્ને દેશો વચ્ચેના સંબંધો ગાઢ કરવા ચર્ચા

વડાપ્રધાન મોદીનું ઓસ્ટ્રિયા ઉષ્માભેર સ્વાગત કરાયું : બન્ને દેશો વચ્ચેના સંબંધો ગાઢ કરવા ચર્ચા
વડાપ્રધાન મોદીનું ઓસ્ટ્રિયા ઉષ્માભેર સ્વાગત કરાયું : બન્ને દેશો વચ્ચેના સંબંધો ગાઢ કરવા ચર્ચા

રશિયામાં બે દિવસના પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી ઓસ્ટ્રિયાના એક દિવસના પ્રવાસે પહોંચી ગયા છે. વિયેનાના એરપોર્ટ પર ઓસ્ટ્રિયાના વિદેશમંત્રી એલેકઝાન્ડર શાલેનબર્ગે પીએમ મોદીને સ્વાગત કર્યુ હતું.પીએમ મોદીની આ યાત્રા દરમિયાન બન્ને દેશો પોતાના દ્વિપક્ષીય સંબંધોને ગાઢ કરવા અને અનેક ભૂ-રાજનીતિક પડકારો પર નજીકના સહયોગનો રસ્તો શોધવામાં આવશે.

પીએમ મોદીનો વિયેનાનો આ પ્રવાસ ખાસ છે. કારણ કે 41 વર્ષથી વધુ સમયમાં મધ્ય યુરોપીય રાષ્ટ્ર ઓસ્ટ્રિયાની યાત્રા કરનાર મોદી બીજા વડાપ્રધાન છે. આ પહેલા 1983માં ઈન્દિરા ગાંધીએ ઓસ્ટ્રિયાના વિયેના શહેરનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં વડાપ્રધાન મોદીની સાથે વિદેશમંત્રી એસ.જયશંકર પણ ગયા છે.

વડાપ્રધાન મોદીનું ઓસ્ટ્રિયા ઉષ્માભેર સ્વાગત કરાયું : બન્ને દેશો વચ્ચેના સંબંધો ગાઢ કરવા ચર્ચા વડાપ્રધાન

ઓસ્ટ્રિયા પહોંચતા જ પીએમ મોદીએ કર્યુ ટવીટ: ઓસ્ટ્રિયા પહોંચતા જ મોદીએ ટવીટ કરી લખ્યુ હતું- ઓસ્ટ્રીયાની આ યાત્રા વિશેષ છે. અમારો દેશ સંયુક્ત મુલ્યો અને એક બહેતર ગ્રહના પ્રત્યે પ્રતિબદ્ધતાથી જોડાયેલો છે.

પીએમ મોદીના સ્વાગતમાં ઓસ્ટ્રિયાઈ કલાકારોએ ગાયું વંદે માતરમ: વડાપ્રધાન મોદી હોટેલ રિટ્ઝ-કાર્લટન પહોંચ્યા તો ત્યાં ઓસ્ટ્રિયાઈ કલાકારોએ તેમના સ્વાગતમાં વંદેમાતરમ ગીત ગાયું હતું. ઓસ્ટ્રિયાઈ કલાકારોએ જણાવ્યું હતું કે પીએમ મોદી સામે પર્ફોર્મ કરવું એક અદભૂત અનુભવ હતો.

ભારતીય પ્રવાસી સાથે મોદીએ ગુજરાતમાં વાત કરી: પ્રવાસી ભારતીયના સભ્ય રુશિન ઠાકરે જણાવ્યું હતું કે વિન્સીએ વડાપ્રધાન માટે એક સુંદર પેઈન્ટીંગ બનાવ્યું હતું. વિન્સીએ પીએમને સતત ત્રીજીવાર જીત માટે અભિનંદન આપ્યા હતા. મોદીએ વિન્સીને પેન્ટીંગ પર તેનું (વિન્સીનું) નામ લખવાનું કહ્યું અને કહેલું કે તે તેને પત્ર લખશે. આ મુલાકાત દરમિયાન મોદીએ ગુજરાતીમાં વાત કરી હતી.

વડાપ્રધાન મોદીનું ઓસ્ટ્રિયા ઉષ્માભેર સ્વાગત કરાયું : બન્ને દેશો વચ્ચેના સંબંધો ગાઢ કરવા ચર્ચા વડાપ્રધાન

બન્ને દેશો લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનના મૂલ્યના આધાર: વિયેના પ્રવાસ પહેલા મોદીએ રવિવારે જણાવ્યું હતું કે બન્ને દેશોમાં લોકશાહી, સ્વતંત્રતા અને કાયદાના શાસનનો સંયુક્ત મૂલ્યના આધાર છે, જેના પર બન્ને દેશો નજીકની ભાગીદારીનું નિર્માણ કરશે. વડાપ્રધાન મોદીએ આ ટિપ્પણી ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમરના સોશિયલ મીડીયા પોસ્ટના જવાબમાં કરી હતી, જેમાં નેહમરે પીએમ મોદીના સ્વાગત માટે ઉત્સુક હોવાની વાત કરી હતી.

ઓસ્ટ્રિયાઈ ચાન્સેલરે ટિવટ કર્યું- વિયેનામાં આપનું સ્વાગત છે: ઓસ્ટ્રિયાઈ ચાન્સેલર કાર્લ નેહમરે ટવીટ કર્યુ હતું કે વિયેનામાં આપનું સ્વાગત છે પીએમ મોદી. ઓસ્ટ્રિયા અને ભારત મિત્ર અને ભાગીદાર છે. હું આપની રાજનીતિક યાત્રા દરમિયાન આપણી રાજનીતિક અને આર્થિક ચર્ચા માટે ઉત્સુક છું.

મોદીએ જવાબ આપ્યો: મોદીએ ટવીટ કરીને લખ્યું- ચાન્સેલર કાર્લ નેહમર વિયેનામાં આપને મળીને ખુશી થઈ. ભારત-ઓસ્ટ્રિયાની દોસ્તી મજબૂત છે અને આવનારા સમયમાં જ વધુ મજબૂત થશે.

ઓસ્ટ્રિયન કલાકારોએ ગાયું વંદે માતરમ
Phenomenal experience”: Austrian artist on singing ‘Vande Mataram’ in front of PM Modi એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોટેલ રિટ્ઝ-કાર્લટન પહોંચ્યા હતા. ત્યાં ઑસ્ટ્રિયન કલાકારોએ તેમનું સ્વાગત કર્યું અને ’વંદે માતરમ’ ગાયું. અહીં પીએમએ ભારતીય ઇમિગ્રન્ટ્સને શુભેચ્છા પાઠવી હતી. આ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રિયા રિપબ્લિકના ફેડરલ ચાન્સેલર કાર્લ નેહમેર દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપી હતી

PMએ ભારતીય મુલાકાતી સાથે ગુજરાતીમાં વાત કરી
પીએમ મોદી સાથે મુલાકાત અને વાત કર્યા બાદ એનઆરઆઈ રૂશિન ઠાકરે કહ્યું કે પુત્રી વિન્સીએ વડાપ્રધાન માટે એક સુંદર પેઈન્ટિંગ બનાવી છે. જ્યારે શ્રી મોદી આવ્યા ત્યારે તેમણે પેઇન્ટિંગ જોયું અને પૂછ્યું કે તે શું બનાવ્યું છે. ત્યારબાદ વિન્સીએ પીએમને કહ્યું કે તેણે સતત ત્રીજી જીત પર અભિનંદન આપવા માટે એક પેઇન્ટિંગ બનાવ્યું છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here