વડાપ્રધાન મોદીના વખાણ કરતા જમ્મુમાં લોકોએ ગુલામ નબી આઝાદના પૂતળા સળગાવ્યા

13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા બાદૃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ પોતાની જ પાર્ટીના કાર્યકરોના નિશાન પર આવી ગયા છે. કોંગ્રેસના કાર્યકરોએ મંગળવારે જમ્મુમાં ગુલામ નબી આઝાદ વિરુદ્ધ ખુબ પ્રદર્શન કર્યું અને તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવાની માગણી કરી.

પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને ગુલામ નબી આઝાદને પાર્ટીમાંથી કાઢી મૂકવાની માગણી કરી. કાર્યકરોએ કહૃાું કે આ દુર્ભાગ્ય છે કે ગુલામ નબી આઝાદને કોંગ્રેસ ઘણું બધુ આપ્યું, પરંતુ છતાં આજે જ્યારે પાર્ટીનું સમર્થન કરવાનો સમય છે તો તેમણે ભાજપ સાથે દોસ્તી કરી. તેઓ ડીડીસી ચૂંટણી પ્રચાર માટે પણ જમ્મુ કાશ્મીર ન આવ્યા. પરંતુ હવે અહીં આવીને પીએમ મોદીના વખાણ કરી રહૃાા છે.
ગુલામ નબી આઝાદ હાલમાં જ ત્રણ દિવસના જમ્મુ કાશ્મીર પ્રવાસે ગયા હતા. ગુજ્જર દેશ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમ દરમિયાન ગુલામ નબી આઝાદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને કહૃાું હતું કે આપણે હંમેશા આપણી સચ્ચાઈ જણાવવી જોઈએ.