વડાપ્રધાને ગુજરાત સહિત છ રાજ્યમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

41

વિશ્ર્વની સારામાં સારી ટેક્નોલોજીથી ગરીબો માટે ઘર બનશે: મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે છ રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. વડા પ્રધાન મોદી ગ્લોબલ હાઉિંસગ ટેક્નોલોજી ચેલેન્જ ઇન્ડિયા હેઠળ છ રાજ્યોમાં આ કાર્યક્રમોની આધારશિલા રાખી છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટમાં ૧૧૪૪ આવાસ બનશે. કેન્દ્ર સરકારે હાઉિંસગ ફોર ઓલ બાય ૨૦૨૨ મિશન હાથ ધર્યું છે

આ આવાસોનું નિર્માણ કેન્દ્ર સરકારના લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવશે. આ પ્રસંગે વડા પ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠતમ અમલીકરણ માટે ગુજરાતને ત્રણ એવોર્ડ પણ એનાયત કર્યા છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજકોટમાં ઉપસ્થિત રહૃાા હતા.

તેમણે કહૃાું કે આપણા દૃેશને સારી ટેક્નોલોજી, સારા ઘર કેમ ન મળે, ઘર ઝડપથી શાં માટે ન બને, તેની પર કામ કર્યું. ઘર સારામાં સારા બને તે માટે ગ્લોબલ ટેક્નોલોજી ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિશ્ર્વની ૫૦ કન્સ્ટ્રક્શન કંપનીઓએ ભાગ લીધો. તેનાથી અમને નવો સ્કોપ મળ્યો. પ્રક્રિયાના આગળના તબક્કમાં અલગ-અલગ સાઈટ્સમાં ૬ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે. તેમાં કન્સ્ટ્રક્શનનું કામ ઓછું થશે અને ગરીબોને અફોર્ડેબલ અને કમ્ફોર્ટેબલ ઘર મળશે.

આ દરમિયાન નવી વર્ષની શુભેચ્છા પાઠવતા તેમણે કહૃાું કે આજે નવી ઉર્જા, નવા સંકલ્પો અને તેને સિદ્ધિ કરવા માટે ઝડપી ગતિથી આગળ વધવાનો શુભારંભ છે. ગરીબ, મધ્યમ વર્ગ માટે લાઈટ હાઉસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. તે પ્રકાશ સ્તંભની જેમ છે, જે હાઉિંસગને નવી દિશા દેખાડશે. દરેક રાજ્યોનું તેમાં જોડાવવું તે કોઓપરેટિવ ફેડરલિઝમની ભાવનાઓને મજબૂત કરી રહૃાું છે. તે કામ કરવાની રીતોનું ઉતમ ઉદૃાહરણ છે. એક સમયે રહેઠાણ યોજનાઓ કેન્દ્રની પ્રાથમિકતામાં ન હતી. સરકાર ઘર નિર્માણની બારીકાઈ અને ક્વોલિટીમાં જતી ન હતી. આજે દેશમાં એક અલગ માર્ગ અપનાવવામાં આવ્યો છે, નવો એપ્રોચ શોધ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ કહૃાું કે થોડા વર્ષોમાં પહેલાં સુધી ઘર ખરીદનારાઓની સ્થિતિ ખરાબ હતી. ઘરના ઘરના સપનાને સાકાર કરવું મુશ્કેલ કામ હતું. પૈસા આપવા છતાં મકાન મળતા ન હતા. મકાન ખરીદનાર પૈસા ચૂકવી દેતો હતો અને ઘર મળવાની રાહ જોતો હતો.

લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે જે રાજ્યોની પસંદગી કરવામાં આવી છે, તેમાં ત્રિપુરા, ઉતર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ ઝારખંડ અને ગુજરાત છે. લાઈટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રીય શહેર મંત્રાલયની મહત્ત્વાકાંક્ષી યોજના છે.

આ પ્રોજેક્ટ હેઠળ સરકાર ગરીબ લોકોને સસ્તા, ભૂકંપપ્રૂફ અને મજબૂત મકાનો આપશે. આ ઘર ફ્રાન્સની ટેકનોલોજીથી બનશે જેના દ્વારા ઘર ઓછા સમયમાં બનશે અને લાંબા સમય સુધી ટકાવી શકાય એવા હશે. આવી જ રીતે ફિનલેન્ડ, અમેરિકા, ન્યુ ઝીલેન્ડ, જર્મની, કેનેડાની ટેકનોલોજીથી ઘર બનશે. એમ તેમણે કહૃાું હતું.

કેન્દ્ર સરકાર રાજકોટ મનપાને પ્રતિ આવાસ રૂ.૧.૫૦ લાખ અને રાજ્ય સરકારે પ્રતિ આવાસ ૧.૫૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. આ ઉપરાંત ટેક્નોલોજીના ઉપયોગ માટે ૪ લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. રાજકોટમાં લાભાર્થીઓને રૂ. ૩.૫૦ લાખમાં ટૂ બીએચકેનો ફલેટ તો આપશે, સાથે ફર્નિચર પણ કરી આપવામાં આવશે. મનપા રૂ. ૧૧૮ કરોડના ખર્ચે ઇડબલ્યુએસ-૨ પ્રકારના ૧૧૪૪ આવાસ બનાવશે.